મતદાન કરાવવા વ્યંઢળો મેદાનમાં, કોઈકે રિલ બનાવી તો કોઈકે ઘરે જઈ લોકોને સમજાવ્યાં
જય વ્યાસ, ભરૂચઃ લોકસભાની ચૂંટણીને લઈ રાજકીય પક્ષ સાથે તંત્ર દ્વારા પણ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ત્યારે મતદાન જાગૃતિ માટે નવતર પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. ભરૂચમાં વ્યંઢળો ઘરે ઘરે ફરી લોકોને મતદાન જાગૃતિનો સંદેશ આપી રહ્યા છે.
આગામી લોકસભા ચૂંટણીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. દરેક પક્ષ પોતપોતાની રીતે જીતવા માટે પ્રચાર-પ્રસાર કરી રહ્યો છે. ત્યારે મતદાનની ટકાવારી ઊંચી જાય તે માટે મતદાન જાગૃતિ અભિયાન પણ તંત્ર દ્વારા વિવિધ સંસ્થાઓના સહયોગથી હાથ ધરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચોઃ પરેશ ધાનાણીની વધુ એક કવિતા, લખ્યું – રાજકોટથી બિસ્તરા-પોટલા…
તો આ વખતે મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત ભરૂચનો વ્યંઢળ સમાજ પણ આગળ આવ્યો છે. તેઓ સોશિયલ મીડિયાના જમાનાના યુગમાં રીલ બનાવી તેમજ ઘરે ઘરે ફરીને મતદાન અવશ્ય કરી યોગ્ય વ્યક્તિને ચૂંટવા માટે અપીલ કરી રહ્યા છે. વ્યંઢળ સમાજના મતદાન જાગૃતિના આ પ્રયાસ ને દીપકુંવર બાએ વર્ણવી ચૂંટણી મહાપર્વમાં મતદાન માટે અપીલ કરી છે.
દીપ કુંવરબા જણાવે છે કે, ‘જેઓ મારો કિંમતી વોટ છે, તમારો પણ કિંમતી વોટ છે. એવા વ્યક્તિને વોટ આપજો જે આપણા દેશને નંબર 1 પર લાવી શકે. દેશ ખૂબ પ્રગતિ કરી શકે. વિચાર કરીને વોટ આપજો.’
આ પણ વાંચોઃ અમરેલી ભાજપમાં ઉકળતો ચરુ, ઉમેદવાર બદલવાની માગ સાથે મારામારી!
મહત્વનું છે કે, સમગ્ર રાજ્યમાં એક જ તબક્કામાં મતદાન યોજાવવાનું છે. ત્યારે આગામી 7મી મેના દિવસે રાજ્યભરમાં મતદાન યોજવામાં આવશે. ત્યારે ચૂંટણી પંચે પણ તમામ તૈયારીઓ પૂરી કરી દીધી છે. તો બીજી તરફ, રાજ્યમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પણ પ્રચાર-પ્રસારમાં લાગી ગઈ છે.