ભરૂચમાં 10 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ આચરનારા નરાધમની પોલીસે કરી ટાંટિયાતોડ સર્વિસ
Bharuch: ભરૂચમાં 10 વર્ષીય બાળકી સાથે ચકચારી દુષ્કર્મ કેસને લઈને રાજ્યભરમાં લોકોમાં રોષનો માહોલ છે. ત્યારે હવે પોલીસે આરોપીની ટાંટિયાતોડ સર્વિસ કરી છે. આરોપી 5 દિવસના પોલીસ રીમાન્ડ પર છે. નોંધનીય છે કે, આરોપીએ બાળકી સાથે દુષ્કર્મ આચરવા સાથે ગુપ્ત ભાગમાં સળિયો નાંખ્યો હતો.
મળતી માહિતી અનુસાર ભરૂચના ઝઘડિયા GIDC વિસ્તારમાં 10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરવાને લઈને પોલીસ દ્વારા આરોપીની ટાંટિયાતોડ સર્વિસ કરવામાં આવી છે. આ સિવાય પોલીસે આરોપીને સાથે રાખી ઘટનાનું રીકન્સ્ટ્રકશન કર્યું છે. આરોપી 5 દિવસના પોલીસ રીમાન્ડ પર છે. ઉલ્લેખનીય છે કે, ભરૂચના ઝઘડિયા GIDC વિસ્તારમાં 10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરવાની ઘટના સામે આવી હતી. બાળકી પર દુષ્કર્મ સાથે ગુપ્તાંગમાં લોખંડનો સળિયો નાખતા ગંભીર ઇજા પહોંચી હતી. અગાઉ પણ આ જ બાળકી સાથે નરાધમે દુષ્કર્મ આચર્યું હોવાનો ઘટસ્ફોટ થયો હતો. જોકે, બાળકીને હાલ સારવાર હેઠળ વડોદરા એસ.એસ.જી.હોસ્પિટલ ખસે઼ડવામાં આવી હતી. તપાસને લઈને પોલીસ દ્વારા ચકચારી કેસ માટે સ્પેશ્યિલ ટીમ બનાવવામાં આવી છે.
આ પણ વાંચો: હાસ્ય કલાકાર વસંત પરેશ બંધુનું નિધન, 70 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ