ભરૂચ બાળકી દુષ્કર્મ કેસ, 10 વર્ષની પીડિતનું મોત; 8 દિવસથી બેભાન હતી

ભરૂચઃ થોડા દિવસ પહેલાં બનેલા દુષ્કર્મ કેસની પીડિતા 10 વર્ષની બાળકીનું મોત નીપજ્યું છે. 10 વર્ષીય બાળકી પર હેવાન વિજય પાસવાન નામના વ્યક્તિએ દુષ્કર્મ આચર્યું હતું અને તેના ગુપ્તભાગે ગંભીર ઇજા પહોંચાડી હતી. ત્યારબાદ તેને સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

આરોપીને કોર્ટે 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ત્યારબાદ આજે પોલીસે વધુ 10 દિવસના રિમાન્ડ માગ્યા હતા. ત્યારે કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. કોર્ટે આરોપીનો પોટેન્સી ટેસ્ટ કરાવવાનો પણ આદેશ આપ્યો છે.

બાળકીને ઇજા પહોંચાડવા તીક્ષ્ણ હથિયારનો ઉપયોગ કર્યો હોવાની શંકા છે. દુષ્કર્મ બાદ ઉપયોગમાં લેવાયેલો સળિયો રિકવર કરવાનો બાકી છે. ઉલ્લેખનીય છે કે, પીડિતા સયાજી હોસ્પિટલમાં છેલ્લા 8 દિવસથી દાખલ હતી અને જીવનમરણ વચ્ચે ઝોલાં ખાતી હતી. છેલ્લા 8 દિવસથી તે બેભાન અવસ્થામાં હતી. ત્યારે આખરે તેણે પ્રાણ છોડ્યા છે.