આફ્રિકામાં ગુજરાતીઓનાં મોલમાં 20 કરોડની લૂંટ, સ્થાનિકો તૂટી પડ્યાં
ભરૂચઃ આફ્રિકાના મોઝામ્બિકમાં આવેલા ગુજરાતીઓનાં મોલને સ્થાનિકોએ નિશાન બનાવ્યો હતો અને વેરહાઉસમાં રાખવામાં આવેલી વસ્તુઓની ખુલ્લેઆમ લૂંટ ચલાવી હતી.
મળતી માહિતી પ્રમાણે, મોઝામ્બિકમાં આવેલા ગુજરાતીઓનાં મોલમાં સ્થાનિકોએ બળજબરીપૂર્વક ઘુસણખોરી કરી હતી અને વસ્તુઓની લૂંટ ચલાવી હતી. સ્થાનિકો અંદાજે 20 કરોડ રૂપિયાની ચીજવસ્તુઓ લૂંટી ગયા હતા.