દહેજની GFL કંપનીમાં ગેસ ગળતર, 4 લોકોનાં મોત
ભરૂચઃ દહેજમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. GFL કંપનીમાં ગેસ લીકેજ થતાં ચાર લોકોના મોત થયા છે. આ બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી.
દહેજના GFL કંપનીના સીએમએસ પ્લાન્ટમાં ગેસ ગળતરની ઘટના બની હતી, જેમાં ચાર મજૂરોનાં મોત થયા છે. મળતી માહિતી અનુસાર, વાલ્વ લીકેજ થતા ગેસ લીક થયો હતો. તે બાદ કામદારોને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમના મોત થયા હતા.
આ બનાવની જાણ થતાં જ SDM અને દહેજ મરીન પોલીસના અધિકારીઓ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. SDMએ યોગ્ય તપાસ અને વળતર માટે સૂચનાઓ આપી છે. GFL કંપનીએ મૃતકોના પરિવારજનોને 25 લાખ રૂપિયા વળતરની જાહેરાત કરી હતી.