બાળકીનો મૃતદેહ પરિવારને સોંપ્યો, પરિવાર મૃતદેહ લઈ 108 મારફતે ઝારખંડ જવા રવાના
Bharuch: ભરૂચમાં 8 દિવસથી જીવન મરણ વચ્ચે જંગ લડતી પીડિતાના પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહને પરિવારને સોંપવામાં આવ્યો છે. જોકે, પરિવાર મૃતદેહ લઈ 108 મારફતે ઝારખંડ જવા રવાના થયો છે. બાળકીના મૃતદેહનું ડોકટરની ટીમ દ્વારા પેનલ પોસ્ટમોર્ટમ કરાયું હતું.
મળતી માહિતી અનુસાર ઝઘડિયા જીઆઈડીસીમાં 10 વર્ષની બાળકીની સારવાર બાદ ગઈકાલે અંતિમ શ્વાસ લીધા હતા. જે બાદ બાળકીના મૃતદેહનું ડોકટરની ટીમ દ્વારા પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહને પરિવારને સોંપવામાં આવ્યો છે. હાલ પરિવાર મૃતદેહ લઈ 108 મારફતે ઝારખંડ જવા રવાના થયો છે.
આ પણ વાંચો: થલતેજના ટાઇટેનિયમ બિલ્ડિંગ લાગેલી વિકરાળ આગ પર કાબૂ મેળવ્યો