December 17, 2024

અંકલેશ્વરમાં વક્ફ બોર્ડ જમીન કૌભાંડ મામલે 6 ફરિયાદ, જાણો તમામ માહિતી

ભરૂચઃ શહેરમાં વક્ફ બોર્ડના નામે મસમોટા જમીન કૌભાંડનો પર્દાફાશ થયો છે. વક્ફ બોર્ડના નામે જમીન કૌભાંડ આચરતી ગેંગનો પર્દાફાશ થયો છે. વક્ફ બોર્ડના નકલી પેપરથી જમીન કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. ભરૂચ જિલ્લામાં વિવિધ સ્થળ પર જમીન કૌભાંડ આચરવામાં આવ્યું છે. વક્ફ બોર્ડના નામે જમીન કૌભાંડના ભરૂચમાં 8 ગુના નોંધાયા છે.

ફરિયાદ-1
અંકલેશ્વરના બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. તેમાં અંકલેશ્વર સબ રજિસ્ટ્રાર ઓફિસનાં સબ રજિસ્ટ્રાર ફરિયાદી બન્યા છે. આ ફરિયાદ 22 ડિસેમ્બર 2023ના રોજ ફરિયાદ નોંધાઈ હતી. 10 આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોંધાયો છે. જેમાંથી 8 આરોપીઓની કરવામાં અટકાયત કરવામાં આવી છે. પોલીસે બે આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છે. અફસાનાબાનુ કાઝી અને મુકેશભાઈ જૈનને વોન્ટેડ જાહેર કર્યા છે. કબજે કરેલા સ્થળની વાત કરીએ તો, જીતાલી ગામની સીમમાં આવેલી ખાતા નં. 303, હાલનો સર્વે ન. 722 – (જમીન વેચાણ મંજુરીનો ખોટો બનાવટી પત્ર બનાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરીને વેચાણ દસ્તાવેજ તૈયાર કરીને સબ રજિસ્ટાર કચેરીમાં નોંધણી કરવામાં આવી) જમીન નવી મસ્જિદ જિતાલી ગામને હસ્તક હતી.

આ પણ વાંચોઃ ભરૂચમાં વક્ફ બોર્ડના નામે મસમોટું કૌભાંડ, ગેંગનો પર્દાફાશ

ફરિયાદ-2
અંકલેશ્વરના બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બીજી ફરિયાદ નોંધાવવામાં આવી છે. અંકલેશ્વર સબ રજિસ્ટાર ઓફીસનાં સબ રજિસ્ટ્રાર ફરિયાદ બન્યા છે. 9 જાન્યુઆરી 2024ના રોજ ફરિયાદ નોંધાઈ છે. 11 આરોપી વિરૂદ્ધ પોલીસે ફરિયાદ નોંધી છે. જેમાંથી 9 આરોપીઓને પોલીસે અટકાયત કરી છે. અફસાનાબાનુ કાઝી અને મુકેશભાઈ જૈનને વોન્ટેડ જાહેર કર્યા છે. જેમાં કબજે કરેલું સ્થળ – જિતાલી ગામની સીમમાં આવેલ ખાતા નં. 304, જુનો સર્વેનં. 346-1, હાલનો સર્વે નં. 454 છે. (ગુજરાત વક્ફ બોર્ડનો પરવાનગી હુકમ પત્ર ખોટો બનાવી અંકલેશ્વર સબ રજીસ્ટાર કચેરીમાં ભાડા કરારની નોંધણી કરાવીને મિલકત પડાવી)

વક્ફ બોર્ડ હેઠળ મિલકત જૂની મસ્જિદ જિતાલી બી-119ના ટ્રસ્ટીની છે. ટ્ર્સ્ટીઓએ કોઈ પ્રકારના ભાડા કરાર કર્યા નથી. ખોટા ભાડા કરાર કરીને જમીન પચાવી પાડવામાં આવી છે. ખોટો પરવાનગી પત્ર બનાવી ગુનો આચર્યો છે. આરોપીઓએ કાવતરું રચીને ગુનો આચર્યો છે.

ફરિયાદ-3
અંકલેશ્વરના બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ત્રીજી ફરિયાદ નોંધાવવામાં આવી છે. અંકલેશ્વર સબ રજિસ્ટ્રાર ઓફીસનાં સબ રજિસ્ટ્રાર ફરિયાદી બન્યા છે. 22 માર્ચ 2024ના રોજ ફરિયાદ નોંધવામાં આવી હતી. કુલ 12 આરોપી સામે પોલીસે ગુનો નોંધ્યો છે. આ મામલે 8 આરોપીની પોલીસે અટકાયત કરી છે. આ ઉપરાંત 4 આરોપી પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે. યુસુફ પાંડોર, ધનજી ડોબરીયા, અફસાનાબાનુ કાઝી અને મુકેશભાઈ જૈનને વોન્ટેડ જાહેર કર્યા છે. કબજે કરેલા સ્થળ વિશે વાત કરીએ તો, જિતાલી ગામની સીમમાં આવેલી ખાતા નં. 304, જુનો સર્વે નં. 357, હાલનો સર્વે નં. 479 – ગુજરાત વક્ફ બોર્ડનો પત્ર ખોટો બનાવી અંકલેશ્વર સબ રજિસ્ટ્રાર કચેરીમાં ભાડા કરારની નોંધણી કરાવી મિલકત પચાવી પાડવામાં આવી છે. જુની મસ્જિત જિતાલી ગામની હસ્તકની મિલકત છે.

ફરિયાદ-4
અંકલેશ્વરના બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ચોથી ફરિયાદ નોંધાવવામાં આવી છે. અંકલેશ્વર સબ રજિસ્ટ્રાર ઓફિસનાં સબ રજિસ્ટ્રાર ફરિયાદી બન્યા છે. 3 ઓગસ્ટ 2024ના રોજ પોલીસે ફરિયાદ નોંધી છે. કુલ 11 આરોપી વિરૂદ્ધ પોલીસે ગુનો નોંધ્યો છે. આ મામલે 9 આરોપીની પોલીસે અટકાયત કરી છે. 2 આરોપીઓને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે. યુસુફ પાંડોર અને મુકેશભાઈ જૈનને વોન્ટેડ જાહેર કર્યા
કબજે કરેલા સ્થળની વાત કરીએ તો, જિતાલી ગામની સીમમાં આવેલી ખાતા નં. 304, હાલનો સર્વે નં. 699- અંકલેશ્વર સબ રજિસ્ટ્રાર કચેરીમાં ભાડા કરારની નોંધણી કરાવી કાવતરું રચીને જમીન પચાવી પાડી. ભાડા કરારની પરવાનગી પત્ર ખોટો બનાવી કાવતરું રચ્યું હતું. જમીનના માલિક જૂની મસ્જીદ જિતાલી ટ્રસ્ટ છે.

ફરિયાદ-5
અંકલેશ્વરના બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પાંચમી ફરિયાદ નોંધાવવામાં આવી છે. અંકલેશ્વર સબ રજિસ્ટ્રાર ઓફિસના સબ રજિસ્ટ્રાર ફરિયાદી બન્યા છે. 3 ઓગસ્ટ 2024ના રોજ પોલીસે ફરિયાદ નોંધી છે. 11 આરોપી વિરૂદ્ધ પોલીસે ગુનો નોંધ્યો છે. 7 આરોપીની પોલીસે અટકાયત કરી છે. આ ઉપરાંત 4 આરોપીઓને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે. યુસુફ પાંડોર, ઇકબાલ ડેરૈયા, અફસાનાબાનુ કાઝી, મુકેશભાઈ જૈનને વોન્ટેડ જાહેર કર્યા છે. જો કબજે કરેલા સ્થળની વાત કરવામાં આવે તો, જિતાલી ગામની સીમમાં આવેલા ખાતા નં. 304, જુનો સર્વેનં. 239.2, હાલનો સર્વે નં. 533-(ગુજરાત વક્ફ બોર્ડનો પરવાનગી હુકમ પત્ર ખોટો બનાવી અંકલેશ્વર સબ રજિસ્ટ્રાર કચેરીમાં ભાડા કરારની નોંધણી કરાવીને મિલકત પડાવી) વક્ફ બોર્ડ હેઠળ મિલકતના માલિક જૂની મસ્જીદ જિતાલી બી 119ના ટ્રસ્ટીની છે.

ફરિયાદ-6
અંકલેશ્વરના બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં છઠ્ઠી ફરિયાદ નોંધાવવામાં આવી છે. અંકલેશ્વર સબ રજિસ્ટ્રાર ઓફિસનાં સબ રજિસ્ટ્રાર ફરિયાદી બન્યા છે. 3 ઓગસ્ટ 2024ના રોજ પોલીસે ફરિયાદ નોંધી છે. 7 આરોપી વિરૂદ્ધ પોલીસે નોંધ્યો ગુનો છે. આ મામલે 6 આરોપીની પોલીસે અટકાયત કરી છે. આ ઉપરાંત 1 આરોપીઓને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે. કબજે કરેલા સ્થળ વિશે વાત કરીએ તો, જિતાલી ગામની સીમમાં આવેલી ખાતા નં. 303, જુનો સર્વેનં.136, હાલનો સર્વે નં. 677-ગુજરાત વક્ફ બોર્ડનો ખોટો પત્ર બનાવાયો
અંકલેશ્નર સબ રજિસ્ટ્રાર કચેરીમાં ભાડા કરારની નોંધણી કરી હતી. ભાડા કરાર સાચો બતાવી મિલકત પચાવી પાડવામાં આવી આવી છે.