December 26, 2024

અંકલેશ્વર GIDCની કેમેક્સ કંપનીમાં ભીષણ આગ, ફાયર વિભાગની 5 ટીમ ઘટનાસ્થળે

ભરૂચઃ અંકલેશ્વર જીઆઈડીસીમાં ભીષણ આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે. જીઆઇડીસીમાં આવેલી કેમેક્સ લિમિટેડ કંપનીમાં ભીષણ આગ લાગી હતી. ઉલ્લેખનીય છે કે, કયા કારણોસર આગ લાગી છે તે જાણવા મળ્યું નથી અને આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

આગ લાગતા ધુમાડાના ગોટેગોટા કિલોમીટરો દૂર સુધી દેખાતા હતા. આ ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની 5 ટીમ ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને પાણીનો મારો ચલાવીને આગ બુઝાવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા.