5 હજાર કરોડના ડ્રગ્સ મામલે આવકાર ડ્રગ્સ કંપનીના 3 ડિરેક્ટરની ધરપકડ

ભરૂચઃ અંકલેશ્વરમાંથી 5 હજાર કરોડનું ડ્રગ્સ ઝડપાવવા મામલે પોલીસે આવકાર ડ્રગ્સ કંપનીના 3 ડિરેક્ટરોની ધરપકડ કરી છે. આવકાર ડ્રગ્સનાં ડિરેક્ટરો અશ્વિન રામાણી, બ્રિજેશ કોથીયા, વિજય ભેસાણીયાની ધરપકડ કરી છે. દિલ્હી પોલીસ અને ગુજરાત પોલીસે સંયુક્ત ઓપરેશનમાં 518 કિલો કોકેઇન ઝડપ્યું હતું.
અંકલેશ્વર નોટીફાઈડ એરિયા ઓથોરિટીના અધ્યક્ષ હર્ષદ પટેલે આ મામલે જણાવ્યુ છે કે, ‘નાર્કોટિકસ પ્રોડક્ટ ન બનાવવાનો કોન્ટ્રાકટ કર્યો હતો. હવે આ મામલે કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે.’