ગોંડલથી રાજકોટ જતી ભાદરની પાણીની મેઈન લાઈન તૂટતા ફુવારા ઉડ્યા, હજારો લિટર પાણીનો વેડફાટ

ગોંડલ: ગોંડલથી રાજકોટ જતી ભાદરની પાણીની મેઈન લાઈન તૂટી જતા ફુવારા ઉડ્યા હતા. તંત્રની બેદરકારીએ લોકોએ 80 ફૂટનો ફુવારો જોયો હતો. ગોંડલ શહેરમાં પાણીની પાઈપ લાઇન તૂટતા હજારો લિટર પાણીનો વેડફાટ થયો છે. ભાદરના પીવાના પાણીની પાઇપ લાઈન ગોંડલ શહેર પાસે આવેલ ગોલ્ડન સીટી નજીક તૂટી હતી અને 80 ફૂટથી ઉંચો ફુવારો ઉડ્યો હતો.
પાણીની પાઈપ લાઈન તૂટતા હજારો લિટર પાણીનો વેડફાટ થયો હતો. આ ફુવારાનો નજારો અનેક લોકોએ મોબાઈલમાં કેદ કર્યો હતો. આ ઘટનામાં આશ્ચર્યની વાત એ છે કે આ એક જ જગ્યાએ પાણીની પાઇપ લાઈન વારંવાર તૂટે છે. આમ જ હજારો લીટર પાણીનો વેડફાટ થાય છે. પરંતુ તંત્રને આ મામલે કોઈ નક્કર કામગીરી કરવાની પડી જ નથી.