ધોરાજીના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદથી ભાદર-2 ઓવરફ્લો
રાજકોટ: ધોરાજી તાલુકાના ગ્રામ્ય પંથકમાં છેલ્લા કેટલાય દિવસોથી થઈ રહેલા સારા વરસાદને પરિણામે ભાદર-2 ડેમમાં પાણીની સતત આવક થઈ રહી છે. ભાદર-2 ડેમ સાઈટ વિસ્તારમાં ભારે વરસાદને લઈ ડેમ સતત ઓવરફ્લો થયો છે. ભાદર-2 ડેમ ઓવરફ્લો થતા ડેમના 17 દરવાજા 4.50 ફૂટ ખોલવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ, ભાદર-2 ડેમના ઉપરવાસમાંથી સતત એક લાખ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જેની સામે 1 લાખ ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે. ભાદર-2 ડેમના દરવાજા ખોલાતા નીચાણ વાળા વિસ્તાર ઉપલેટા કુતિયાણા માણાવદર. રાણાવાવથી પોરબંદર સુધીના ભાદર નદી કાંઠા વિસ્તારના લોકો ને નદીના પટ માં અવરજવર ન કરવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં મેઘમહેર: સિઝનનો સરેરાશ 105% વરસાદ, કચ્છમાં સૌથી વધુ વરસાદ
ભાદર-2 ડેમ ઓવર ફ્લો થતા ધોરાજી, ઉપલેટા, માણાવદર સહિત તાલુકાઓના 67 ગામોને પીવાના પાણીનો અને સિંચાઈનો પ્રશ્ન હલ થયો છે. ભાદર-2 ડેમ સતત ઓવર ફ્લો હોઈ ડેમ કાંઠા વિસ્તારના ભોળા, ભલ ગામડા, ડુમયાણી, ચીખલીયા, સમઢીયાળા, ઇસરા, લાઠ, ભીમોરા, મજેઠી, ઇસરા, તલગણા, નીલાખા સહિત ગ્રામ્ય વિસ્તારને સાવચેત કરવામાં આવ્યા છે.