January 27, 2025

મહિલા પોલીસ બુટલેગર સાથે માણતી હતી દારૂની મહેફિલ, પોલીસે રોકતા કાર ચડાવવાનો પ્રયાસ

ભચાઉઃ મહિલા પોલીસની દારૂની મહેફીલમાં મોટો ખુલાસો થયો છે. ત્યારે ભચાઉ પોલીસે હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધી છે. પોલીસે યુવરાજ અને નીતા બંને વિરુદ્ધ હત્યાના પ્રયાસ અને દારૂબંધી હેઠળ ગુના દાખલ કર્યા છે.

ઉલ્લેખનીય છે કે, બુટલેગરે પોલીસ પર ગાડી ચડાવવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ કર્મી નીતા ચૌધરી અગાઉ પણ વિવાદમાં આવી ચૂકી છે. તો બુટલેગર યુવરાજસિંહ સામે હત્યાના પ્રયાસ સહિતનાં 16 ગુના દાખલ થયેલા છે.

આ પણ વાંચોઃ અમદાવાદમાં અકસ્માત મામલે FSL તપાસમાં મોટો ખુલાસો

પોલીસ કર્મી નીતા ચૌધરી બુટલેગર સાથે દારૂની મહેફિલ માણતી ઝડપાઈ છે. ભચાઉના ચૌપડવા બ્રિજ નજીક ગોલ્ડન હોટેલ પાસે કારમાં દારૂની મહેફિલ માણતા હતા. ત્યારે દારૂ સાથે બંનેને સ્થાનિક પોલીસે રાતે ઝડપી પાડ્યા હતા. મહિલા પોલીસકર્મી અને બુટલેગરે સ્થાનિક પોલીસ પર ચડાવાની કોશિશ કરી હતી. ત્યારે પોલીસે બંનેને ઝડપીને કારની તપાસ હાથ ધરી હતી. તેમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

આ મામલે પોલીસ જણાવે છે કે, એલસીબીની ટીમને બાતમી હતી કે, યુવરાજસિંહ જાડેજાને પકડવા માટે કવાયત ચાલતી હતી. તે આરોપી સામખિયાળીથી ગાંધીધામના રસ્તા પર મૂવમેન્ટ મળતા ટ્રેકિંગ રાખવામાં આવ્યું હતું. ભચાઉ બહાર ચોપડવા પુલની બાજુમાં પોલીસે તેમને રોક્યા હતા. પરંતુ તેઓ રોકાયા નહીં. ત્યારબાદ ભચાઉ પોલીસે લાકડીથી પ્રતિકાર કર્યો તે છતાં તેઓ રોકાયાં નહોતા. એટલે છેલ્લે આગળના ભાગે એક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. તેની સાથે એક મહિલા હતી. તેમનું નામ નીતા ચૌધરી છે, CID ક્રાઇમમાં ફરજ બજાવે છે. ગાડીમાં તપાસ કરતા બિયરના ટીન મળી આવ્યા હતા. હાલ બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.