ખિસ્સા કાતરુઓથી સાવધાન, લોકોને શીખ આપવા માટે પોલીસ પોતે બની ચોર!
મિહિર સોની, અમદાવાદ: ભીડભાડવાળી જગ્યા પર પિકપોકેટિંગ અને ચોરીને અટકાવવા માટે તેમજ તહેવારમાં લોકો સારી રીતે ઉજવણી કરી શકે તે માટે પોલીસ ખડે પગે રહેતી હોય છે. આ વર્ષે દિવાળીમાં ભીડભાડ વાળી જગ્યા પર શું તકેદારી રાખવી તેને લઈને શહેર પોલીસ સતત લોકોને જાગૃત કરતી રહે છે.
આ વર્ષે પણ પોલીસ પોતે જ ચોર બની ગઈ છે. દિવાળીની ખરીદીમાં વ્યસ્ત અને મસ્ત રહેતા લોકો માટે પોલીસ પોતે જ ચોર બની છે. દિવાળીની ખરીદી કરવામાં લોકો મસ્ત હોય છે અને ચોર ખિસ્સા કાતરે કતરી જતાં રહે છે. તે જ રીતે શહેર પોલીસના અભિયાનમાં ઉતરેલા પોલીસ કર્મીઓ લોકોના પર્સમાંથી પાકીટ કાઢી લે છે. પરંતુ તમારુ ધ્યાન તો ચીજવસ્તુઓને ખરીદવામાં હોય છે. એટલે જ પોલીસ દ્વારા આ શિખ આપવામાં આવી રહી છે.
દિવાળીનો પર્વ તમારી માટે ન બની જાય મુશ્કેલીનો પર્વ તેની માટે ખાસ ચેતજો. કારણ કે તમે તો ભીડમાં ખરીદી કરવામાં મસ્ત હશો પરંતુ તમારી કિંમતી વસ્તુઓની ચોરી થઈ શકે છે.
આટલી બાબતોનું ખાસ ધ્યાન રાખો
માર્કેટમાં જતા પહેલા કિંમતી વસ્તુઓ ઘરે મુકીને જાઓ.
ભીડ વાળી જગ્યાઓએ નાના બાળકોને ન લઈ જાઓ.
બાળકોને લઈ માર્કેટ જાઓ તો તેનો હાથ પકડીને ચાલો.
ભીડમાં પર્સ, સોના ચેઈન્ન કે પછી કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખો
પર્સની ચેઈન હમેશા બંધ કરીને તેને તમારાથી નજીક રાખો.
ખરીદી કરવામાં તમારી કિંમતી વસ્તુઓ કોઈ અડે તો તેનાથી ચેતો.
ભીડમાં તેમની સાથે અભદ્ર વ્યવહાર કરે તો અવાજ ઉઠાવો
આ વર્ષે ભીડમાં સ્ત્રીઓ સૌથી વઘારે ખરીદી કરવા માટે જતી હોય છે. તેવી સ્ત્રીઓ માટે શી ટીમ તૈનાત કરવામાં આવી છે. જે તમામ મહિલાઓની સાવચેતી તેમજ તેમની સાથે થતી છેડતીને રોકી શકે. આ વર્ષે પોલીસના એક્શન પ્લાનની વાત કરીએ તો. ભદ્ર બજાર, લાલ દરવાજા સાથે સેન્સેટીવ એરીયા જેવોકે દરિયાપુર, કાલુપુર જેવી જગ્યાઓએ સિવિલ ડ્રેસમાં પોલીસને તૈનાત કરાશે. પણ આ વર્ષે આ દિવાળી પહેલા કે દિવાળીમાં બહાર ભીડવાળી જગ્યાએ જવાના હોવ તો આ તમામ વાતોનું ધ્યાન રાખશો. અને આ તમામ વાતોનું ધ્યાન રાખીને આ પર્વને હસીખુશીથી ઉજવો.
દિવાળીના પર્વમા ચોર ટોળકી પણ વધુ સક્રીય થતી હોય છે. ઉપરાંત જવેલર્સ અને આગંડીયા પેઢીની સુરક્ષા માટે એસોસીએશન સાથે મીટીંગ કરીને મહત્વના સુચનો આપવામા આવ્યા છે. આ વર્ષે સ્ત્રીની સુરક્ષા માટે શી ટીમને અનેક ભીડ વાળા વિસ્તારોમાં સર્ચ ઓપરેશન તેમજ મહિલાની સુરક્ષા માટે સિવિલ ડ્રેસમાં મોલ, માર્કેટની બહાર તેમજ મોટા બજારોમાં સાવચેતી આપતા મેસેજ સાથે રક્ષા કરવા માટે તૈનાત કરાશે.