December 20, 2024

‘બેવફા સનમ’ એક્ટર કૃષ્ણ કુમારની દીકરીનું 20 વર્ષની વયે અવસાન

krishan kumar Daughter Tisha Passed Away: અભિનેતા-નિર્માતા કૃષ્ણ કુમારની પુત્રી તિશા કુમારનું 20 વર્ષની ઉંમરે અવસાન થયું હોવાનું સામે આવ્યું છે. તે ટી-સિરીઝના સીઈઓ ભૂષણ કુમારની પિતરાઈ બહેન છે. છેલ્લા ઘણા દિવસથી તે કેન્સર સામે લડી રહી હતી. મળતી માહિતી મુજબ તિશાની કેન્સરની સારવાર જર્મનીમાં ચાલી રહી હતી. 2 મહિના પછી તેનો 21મો જન્મદિવસ ઉજવવાની હતી.

T-Series એ નિવેદન જાહેર કર્યું
ભારતની સૌથી મોટી મ્યુઝિક લેબલ અને ફિલ્મ પ્રોડક્શન કંપની T-Series એ તિશાની માહિતી આપી હતી. નિવેદનમાં જણાવ્યું કે ‘ક્રિષ્ના કુમારની પુત્રી તિશા કુમારનું ગઈકાલે બીમારી સાથે લાંબી લડાઈ બાદ નિધન થયું હતું. અમારા પરિવાર માટે આ ખૂબ જ મુશ્કેલ સમય છે અને અમારી નમ્ર વિનંતી છે કે પરિવારની ગોપનીયતાનું સન્માન કરવામાં આવે. ટી-સીરીઝના સ્થાપક ગુલશન કુમારના નાના ભાઈ અભિનેતા કૃષ્ણ કુમાર છે. તેમની પુત્રી તિશા હતી. કૃષ્ણ કુમારે માત્ર 5 ફિલ્મોમાં કામ કર્યું હતું. 1995માં રિલીઝ થયેલી તેની ફિલ્મ ‘બેવફા સનમ’ ઘણી હિટ રહી હતી. તેના ગીતો પણ ઘણા લોકપ્રિય છે. અચ્છા સિલા દિયા તુને મેરે પ્યાર કા’ આ ફિલ્મનું એક ગીત હતું, જેમાં કૃષ્ણ કુમાર હતા. જે ઘણું પ્રખ્યાત થયું હતું.

આ પણ વાંચો: Armaan Malikના 4 ગેરકાયદેસર કામ, પાયલ છે પરેશાન

કામ સંભાળે છે
6 સપ્ટેમ્બર 2003ના રોજ જન્મેલી તિશા વિશે વધુ કોઈ માહિતી નથી. પરંતુ તે ઘણીવાર ટી-સિરીઝની ફિલ્મોના સ્ક્રીનિંગમાં જોવા મળતી હતી. 30 નવેમ્બર, 2023ના રોજ, તે રણબીર કપૂર અને રશ્મિકા મંદન્ના અભિનીત ફિલ્મ ‘એનિમલ’ના સ્ક્રીનિંગમાં નજરે પડી હતી. આ ઈવેન્ટમાં તે પાપારાઝી માટે તે પોઝ આપતી નજરે પડી હતી. કૃષ્ણ કુમાર પણ ટી-સિરીઝનું કામ સંભાળે છે.