શિયાળામાં આ રીતે રાખો વાળની કાળજી, ખોડો નહીં થાય
Best Hair Care Routine: શિયાળામાં વાળની કેર રાખવી ખૂબ જરૂરી છે. જો તમે પણ વાળની સમસ્યાથી પરેશાન છો તો તેના માટે વાળની સંભાળની કેટલીક ટિપ્સ લઈને આવ્યા છીએ. તમે આ ટિપ્સ ફોલો કરીને તમારા વાળની કાળજી રાખી શકો છો.
તેલ લગાવવાનું ભૂલશો નહીં
તમારા વાળની સંભાળ રાખવા માટે તમારે અઠવાડિયામાં 2 વાર તેલ લગાવવું જોઈએ. 2 કલાક સુધી તમારા વાળમાં તેલ રાખો. જો તમને ડેન્ડ્રફ અને વાળ ખરવાની સમસ્યા હોય તો તમારે જેમ બને તેમ વાળમાં તેલ નાંખવાનું રહેશે.
શેમ્પૂ કેવી રીતે કરવું
કોઈ પણ સિઝન હોય તમારે તેલ વગર માથાને સાફ કરવું જોઈએ નહીં. શેમ્પૂમાં રહેલા રસાયણો તમારા વાળને ભારે નુકસાન પહોંચાડી શકે છે. જેના કારણે તમારે થોડા પાણીમાં શેમ્પૂ નાંખવાનું રહેશે અને આ પછી તમારે માથા પર લગાવવું જોઈએ.
આ પણ વાંચો: ઠંડીમાં મૂળાના પાનનું શાક આ રીતે બનાવો, ખાવાની મજા પડી જશે
ગરમ પાણીનો ઉપયોગ કરવાનું ટાળો
શિયાળામાં લોકો ગરમ પાણીથી સ્નાન કરતા હોય છે. ગરમ પાણી તમારા વાળ માટે નુકસાનકારક છે. જેના કારણે તમે નવશેકું પાણીનો ઉપયોગ કરવો જોઈએ.