October 7, 2024

ઓછા બજેટમાં હનીમૂન માટેના બેસ્ટ ડેસ્ટીનેશન

તમિલનાડૂ: ઉટી નીલગીરીની સુંદર પહાડીઓમાં આવેલું એક સુંદર પર્યટન શહેર છે. આ શહેરનું સત્તાવાર નામ ઉત્કમુંડ છે, પરંતુ પ્રવાસીઓની સુવિધા માટે તેને ઉટીનું ટૂંકું નામ આપવામાં આવ્યું છે. આપણા ઘણા ફિલ્મોના શૂટિંગ પણ અહીં થયેલા જોવા મળે છે. ઉટીને હનીમૂન માટેનું બેસ્ટ પ્લેસ ગણવામાં આવે છે. ઓછા બજેટમાં હનીમૂન માટે જવાની જગ્યાઓમાં ઉટી સૌથી મોખરે છે. તો ચાલો તૈયાર કરીએ પ્લાન.ભારતના દક્ષિણમાં સ્થિત આવેલા આ હિલ સ્ટેશનની મુલાકાત લેવા ઘણા પ્રવાસીઓ જાય છે. આ શહેર તમિલનાડુના નીલગિરી જિલ્લાનો એક ભાગ છે. ઉટી શહેરની સુંદરતા તેની આસપાસની નીલગીરી ટેકરીઓએ વધારી છે. આ ટેકરીઓને ‘બ્લુ માઉન્ટેન’ પણ કહેવામાં આવે છે. કેટલાક લોકોનું માનવું છે કે અહીંની ખીણોમાં 12 વર્ષમાં એક વખત ખીલેલા કુરુનજીના ફૂલોને કારણે આ જગ્યાનું નામ પડ્યું છે. આ ફૂલો વાદળી રંગના હોય છે અને જ્યારે તે ખીલે છે, ત્યારે તે ખીણોને વાદળી રંગમાં ફેરવી નાખે છે. આ શહેરના ઈતિહાસ વિશે વાત કરીએ તો 19મી સદીમાં ઈસ્ટ ઈન્ડિયા કંપનીનું શાસન શરૂ થયું તે પહેલા ટોડા જનજાતિના લોકો અહીં શાસન કરતા હતા.

આ પણ વાંચો: ‘માખણ ચોર’ના વૃંદાવનમાં જવાનો પ્લાન છે?

આ જગ્યાઓ ફરવાનું ચૂકતા નહીં
પહાડો પર ફરવાની મજા કંઈક અલગ જ હોય છે. અને તેમાં પણ જો પોતાના પાર્ટનર સાથે આ જગ્યા પર ફરવા જવાની મજા ડબલ થઈ જાય છે. ઉટીમાં જોવા લાયક જગ્યાની વાત કરીએ તો બોટનિકલ ગાર્ડન, દોડાબેટ્ટા ગાર્ડન, ઊટી લેક, કલહટ્ટી ધોધ અને ફ્લાવર શો વગેરે છે. આ ઉપરાંત હિમપ્રપાત, ગ્લેનમોર્ગનનું શાંત, સુંદર ગામ, મુકુર્થી નેશનલ પાર્ક જેવા ઉટીના કેટલાક મુખ્ય પ્રવાસન સ્થળો છે. આ તમામ સ્થળો પર જવા માટે તમે એક સ્કૂટી અથવા તો બાઈક ભાડે લઈ શકો છો.આ રીતે પહોંચો ઉટી
ઉટી પહાડી વિસ્તાર છે. આથી તમે જો એ રસ્તાઓની સાચી મજા લેવા માંગતા હો તો રોડ ટ્રિપ બેસ્ટ ઓપશન છે. આ ઉપરાંત તમે ટ્રેન અને બસ વડે પણ ઉટી પહોંચી શકો છો. ઉટીનું સૌથી નજીકનું એરપોર્ટ કોઈમ્બતુર છે. નીલગીરના જંગલોથી ઘેરાયેલ ઉટીનું વાતાવરણ આખું વર્ષ ખુશનુમાં રહે છે. જો કે, શિયાળામાં અહીંનું હવામાન દક્ષિણ ભારતના અન્ય ભાગો કરતાં ઠંડુ હોય છે.