December 17, 2024

Bernadine Bezuidenhout: 2 દેશ માટે ક્રિકેટ રમેલ ખેલાડીએ નિવૃત્તિની કરી જાહેરાત

Bernadine Bezuidenhout: ન્યુઝીલેન્ડના વિકેટકીપર બેટ્સમેન બર્નાડીન બેઝુઈડનહાઉટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. 2 દેશ માટે તેણે ક્રિકેટ રમી છે. તેની નિવૃત્તિને લઈને ન્યૂઝીલેન્ડના કોચે પણ નિવેદન આપ્યું છે.

આ વાત કહી
બર્નાડીન બેઝુઇડનહાઉટે કહ્યું કે તેણે ક્રિકેટ જગતમાં તેની એક અદ્ભુત યાત્રા રહી છે. ન્યુઝીલેન્ડ માટે રમવું એ મારા માટે ખુબ મોટું સન્માન રહ્યું છે. આ મેચમાં મને સુખદ યાદો મળી છે. મને આ સફરમાં ઘણુ શિખવા મળ્યું છે. હું હંમેશા આભારી રહીશ. હા એ વાત અહિંયા સત્ય છે કે મારા માટે આ નિર્ણય લેવો ખુબ અઘરો હતો. મે ખુબ વિચાર્યું હતું, ત્યારબાદ મે આ નિર્ણય લીધો હતો. તમને જણાવી દઈએ કે ન્યૂઝીલેન્ડની વિકેટકીપર બર્નાડીન બેઝુઇડનહાઉટે 2014માં દક્ષિણ આફ્રિકા તરફથી ડેબ્યૂ કર્યું હતું.

આ પણ વાંચો: T20 World cup: વિરાટ કોહલી વર્લ્ડ કપમાં ભાગ લેવા ન્યૂયોર્ક જવા રવાના

તેની પસંદગી કરાઈ
વર્ષ 2017માં બે વર્ષના રેસિડેન્શિયલ સ્ટેન્ડ-ડાઉનના અંત પછી 2018ની શરૂઆતમાં પ્રથમ વખત ન્યૂઝીલેન્ડ માટે તેને પસંદ કરવામાં આવ્યો હતો. ન્યુઝીલેન્ડની ટીમનો ભાગ બનીને તે ટી20 વર્લ્ડ કપમાં પણ રમ્યો હતો. તેણે પોતાની આ સફર દરમિયાન કુલ 20 ODI મેચ રમી છે. તેમાં તેણે ટોટલ 291 રન બનાવ્યા છે. તેણે હાલ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેરાત કરી દીધી છે. પરંતુ સ્થાનિક ક્રિકેટ રમવાનું ચાલુ રાખશે. ન્યુઝીલેન્ડના મુખ્ય કોચે પણ તેને લઈને નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે કહ્યું કે અમને તેના પર ગર્વ છે અને તે ઘણા લોકોના જીવન પર સકારાત્મક અસર કરશે.