September 17, 2024

નવી કારની ડિલિવરી લેતા પહેલાં આ વસ્તુઓ ખાસ ચેક કરવી નહી તો પસ્તાસો

નવી કાર ખરીદવી એટલે ઘરમાં એક નવા સભ્યને લાવવા સમાન છે. નવી કાર ખરીદવી દરેક વ્યક્તિના જીવનની એક એક્સાઇટિંગ મોમેન્ટ હોય છે. પણ આ એક્સાઇટમેન્ટમાં કેટલીક વસ્તુઓનું ધ્યાન રાખવું જરૂરી છે. કારણકે એક વાર તમે કારની ડિલિવરી લઇ લેશો પછી ડીલર પોતાની જવાબદારીમાંથી છટકી શકે છે. શક્ય છે કે તે એમ પણ કહે કે, તમારે કારની ડિલિવરી લેતા પહેલાં જ આ બધી વસ્તુઓ ચેક કરી લેવી હતીને? તો તમારી સાથે પણ આવું ના બને તે માટે અમે તમને એક ચેક લિસ્ટ આપવા જઇ રહ્યા છીએ.

સૌથી પહેલી વાત Exteriorsની…
ઘણી વખત કારને ફેક્ટરીથી ડીલરના શો રૂમ સુધી લાવવામાં નુકસાન થઇ શકે છે. ડિલિવરી લેતા પહેલાં આખી કારને ધ્યાનથી તપાસવું. તમે કારની આસપાસ ધીમે ધીમે ચાલો અને ચેક કરો કે તેના પર કોઇ સ્ક્રેચ કે ડેન્ટ તો પડેલા નથીને. ગાડીનો પેઇન્ટ પણ તપાસો. ગાડીમાં કોઇ પણ જગ્યાએ પાછળથી કલર કરેલો તો નથી ને તે ઝીણવટપૂર્વક જુઓ. જો તમને પેઇન્ટમાં પેચ અથવા સ્ક્રેચ અથવા ડેન્ટ્સ દેખાય તો તાત્કાલિક ડીલરને જાણ કરો.

આ પણ વાંચો: આવી ગઈ છે જીવન બચાવનાર Apple Watch Series 10; જુઓ ફિચર્સ અને કિંમત

Interiorsને ધ્યાનથી જુઓ
કારનું એક્સ્ટિરિયર ચેક કર્યા પછી કારની અંદર ઘૂસો અને ચેક કરો કે કારના ડેશબોર્ડ, અપહોલ્સ્ટરી, સીટો અને ગ્લોવબોક્સમાં ડાઘા તો નથીને. ફ્લોર મેટ્સ હટાવીને તપાસો કે કાર્પેટમાં કોઈ ભેજ તો નથીને. આ ઉપરાંત તે પણ તપાસો કે ગ્લાસ અને મિરર તૂટેલા નથી.

હવે વાત એન્જિનની.
બોનેટ ખોલો અને fluid levels ચેક કરો. engine oil, coolant, brake fluid અને windscreen washing fluid ભરેલા હોવા જોઇએ. એન્જિન ચાલુ કરો અને તેને થોડો સમય સુધી ચાલવા દો. બોનેટની નીચેથી કોઇ લીકેજ નથીને તે તપાસો. સાથે સાથે તે પણ જુઓ કે તમને ગાડીમાંથી કોઇ સામાન્ય કરતાં અલગ અવાજ કે વાઇબ્રેશન તો નથી સંભળાતાને… અને હા, એક્ઝોસ્ટમાંથી કાળો ધુમાડો ન નીકળવો જોઈએ.

હવે તપાસીએ Air-Conditioning…..
AC ચાલુ કરો અને તપાસો કે કેબિન ઝડપથી ઠંડુ થાય છે કે નહીં. ગાડીઓ સામાન્ય રીતે ગોડાઉનોમાં પડેલી હોય છે જ્યાં ખુબ જ ધૂળ હોય છે. આને કારણે air ducts જામ થઇ શકે છે અને તેમાં બેક્ટેરિયા પેદા થઇ શકે છે. જો તમારી ગાડી લાંબો સમય ગોડાઉન પડેલી હશે તો ACનો ગેસ કદાચ ખાલી થઇ ગયો હશે માટે AC ગેસની શું સ્થિતિ છે તે ખાસ તપાસો.

આ પણ વાંચો: ભારતના વિકેટકીપર-બેટ્સમેનનો મોટો નિર્ણય, આ ટીમનો બની ગયો માલિક

Electricals વસ્તુઓની તપાસ કરો
કારની બધી જ ઇલેક્ટ્રિકલ એસેમ્બલી બરાબર કામ કરે છે કે નહીં તે ચેક કરો. ઘણી વખત એવું પણ થાય છે કે કાર ગોડાઉનમાં લાંબો સમય સુધી પડી રહી હોય અને ત્યાં જો ઉંદરોનો ત્રાસ હોય તો ઉંદરોએ કારનું કેબલિંગ કાપી દીધું હોય. કારની headlights, brake lights, reverse lights, parking lights, fog lamps, indicators, cabin light, wipers, power windows અને music systemને ચાલુ-બંધ કરીને ચેક કરી લો.

ટાયર
જ્યારે કાર લાંબો સમય સુધી પડી રહે છે ત્યારે ટાયરમાં flat spots ડેવલપ થઇ શકે છે. આના કારણે ટાયર વહેલા ફાટી અને તૂટી જાય છે. કારના ટાયર નવા હોવા જોઇએ અને તેના treads પ્રોપર હોવા જોઇએ. સાથે સાથે, સ્પેર વ્હીલ, જેક અને અન્ય ટૂલ્સ ચેક કરવાનું ના ભૂલતા

ઓડોમીટર
નવી કારનું ઓડોમીટર રીડિંગ 100-150 કિલોમીટરથી વધુ ના હોવું જોઇએ. જો રીડિંગ આનાથી વધુ હોય તો ગાડી કેમ આટલી વધારે ફરી છે તેની ડીલર પાસેથી સ્પષ્ટતા માગો. સામાન્ય રીતે તમને નવી કાર ખરીદો છો ત્યારે ડીલર તમને 5 લીટર complimentary fuel આપે છે. સાથે જ ચેક કરી લો કે તમારી કારમાં નજીકના ફ્યુઅલ સ્ટેશન સુધી જાય તેટલું ફ્યુઅલ તો છે કે નહીં.

ડોક્યુમેન્ટ્સ
અને હા સૌથી મહત્વની વાત. ગાડીના દરેક કાગળિયા બરાબર ચેક કરી લો. ડીલર પાસે “Form 22” માગો. તેની અંદર કાર મેન્યુફેકચરર દ્વારા engine number, chassis number અને કારનું મેન્યુફેક્ચરિંગ ક્યા મહિનામાં થયું છે તેની માહિતી આપેલી હશે. તે પણ ચેક કરો કે ડીલરે જે કાગળિયા આપ્યા છે તેમાં દર્શાવેલી માહિતી, જેમકે, Vehicle Identification Number, engine number અને the chassis number કારની વાસ્તવિક માહિતી સાથે મેચ થાય છે કે નહીં. તે પણ ચેક કરવાનું ના ભૂલતા કે દરેક ડોક્યુમેન્ટ્સમાં તમારું નામ, સરનામુ અને અન્ય વિગતો એક સરખી છે.

જો તમે કારની ડિલિવરી લેતી વખતે આટલી તકેદારી રાખશો તો તમને પાછળથી કોઇ તકલીફનો સામનો નહીં કરવો પડે.