January 18, 2025

ભારતમાં AI મોડલ લોન્ચ કરતાં પહેલાં આ કરવું પડશે!

અમદાવાદ: આજના સમયમાં ટેકનોલોજી દિવસે દિવસે વધી રહી છે. એવા એવા ટેકનોલોજીમાં આવિષ્કાર કરવામાં આવી રહ્યા છે કે તમે કલ્પના પણ કરી શકો નહી. કેન્દ્રનું એક નિવેદન સામે આવ્યું છે જેમાં કહેવામાં આવી રહ્યું છે કે ભારતમાં AI મોડલ લોન્ચ કરતાં પહેલાં સરકાર પાસેથી પરવાનગી લેવી પડશે, આ નિર્ણય સ્ટાર્ટઅપ પર લાગુ નહીં થાય.

પ્લેટફોર્મની આકરી ટીકા
કેન્દ્ર સરકારે ગયા અઠવાડિયે AIના દુરુપયોગને લઈને મોટા ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મની આકરી ટીકા કરી હતી. કેન્દ્ર સરકારના આ નિવેદનમાં શબ્દોના ભાર સાથે કહેવામાં આવ્યું કે ભારતમાં કોઈપણ AI મોડલ લોન્ચ કરતા પહેલા પરવાનગી લેવી ફરજિયાત છે. જોકે તેમણે માહિતી આપતા જણાવ્યું કે આ નિર્ણય સ્ટાર્ટઅપ કંપનીઓને લાગુ પડશે નહીં. તેમણે X ઉપર માહિતી શેર કરતા કહ્યું કે આ એડવાઈઝરી ભારતીય ઈન્ટરનેટ પર ચકાસાયેલ ન હોય તેવા AI મોડલને રજૂ થતા રોકવા માટે લાવાઈ છે.

કેમ અચાનક આ નિર્ણય
હકીકતમાં એવું થયું કે કેન્દ્ર સરકારે ગયા અઠવાડિયે AIના દુરુપયોગને લઈને મોટા ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સની આકરી ટીકા કરવામાં આવી હતી. આ AIના વધારે ઉપયોગ વધવાના કારણે તેની અસર ચૂંટણી પર પડી શકે છે. તેમણે કહ્યું કે ચૂંટણી પ્રક્રિયાની અખંડિતતાને કોઈપણ રીતે જોખમમાં મૂકવી જોઈએ નહી. જેના કારણે કોઈપણ AI મોડલ લોન્ચ તમે પરવાનગી લીધા વગર કરી શકશો નહી. તમારે તેની માર્ગદર્શિકા પ્રમાણે તમારે જે તે રિપોર્ટ સબમિટ કરવાનો રહેશે.