IPL 2025 રિટેન્શન પહેલા ધોનીનું મોટું નિવેદન
IPL 2025: મહેન્દ્ર સિંહ હમેંશા ચર્ચામાં રહે છે. નીની ગણતરી ભારતના મહાન કેપ્ટનોમાં કરવામાં આવે છે. તેની પ્રભાવશાળી કેપ્ટનશીપ હમેંશા ક્રિકેટ ચાહકો યાદ કરે છે. તેમની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયાએ 3 ICC ટ્રોફી જીતી છે. તેની ઉંમર હાલ 43 વર્ષની છે. જોકે તે હજૂ પણ IPLમાં રમી રહ્યો છે. તેમનો ચાહક વર્ગ પણ એવી આશા રાખી રહ્યો છે કે તે હજૂ પણ IPLમાં જોવા મળે.
કેપ્ટનશીપ છોડી દીધી
ધોનીએ ચેન્નાઈ સુપર કિંગ્સની કમાન સંભાળ્યા પછી 2010, 2011, 2018, 2021 અને 2023માં ટાઇટલ જીત્યો હતો. ધોનીએ ગત વર્ષમાં CSKની કેપ્ટનશીપ છોડી દીધી છે. આ પછી આ જવાબદારી રુતુરાજ ગાયકવાડને સોંપવામાં આવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે મેગા ઓક્શન આવતા મહિને થઈ શકે છે. તમામ ટીમોએ 31 ઓક્ટોબર સુધીમાં રિટેન્શન લિસ્ટ સબમિટ કરવાની રહેશે.
આ પણ વાંચો: હાર્યા બાદ પણ કેપ્ટન રોહિતે આ 2 ખેલાડીઓના કર્યા વખાણ
ધોનીએ આ વાત કહી
એક ઈવેન્ટ દરમિયાન મહેન્દ્ર સિંહ ધોનીએ કહ્યું કે હું છેલ્લા કેટલાક વર્ષોમાં જે પણ ક્રિકેટ રમી રહ્યો છું, હું તેનો આનંદ માણવા માંગુ છું. જો તમે તમારા વ્યાવસાયિકની જેમ રમત રમો છો તો તમારા માટે મેચ રમવી મુશ્કેલ બની જાય છે. હું આગામી કેટલાક વર્ષો સુધી આ રમતનો આનંદ લેવા માંગુ છું. જેના માટે મારી જાતને મારે નવ મહિના સુધી ફિટ રાખવી પડશે. જેના કારણે હું અઢી મહિના સુધી IPLરમી શકું.