January 8, 2025

સ્કિન ટોનને ધ્યાને લઈ પસંદ કરો લિપસ્ટિક-ફાઉન્ડેશન

Choose Right Beauty Products: દિવાળીના દિવસો પૂરા થતાં જ લગ્નસિઝનના ઢોલ ઢબૂકવા લાગ્યા છે. ઘણા પરિવારોએ લગ્નની ખરીદી પણ શરૂ કરી દીધી છે. પાર્લરમાં તૈયાર થનારી બ્રાઈડે પણ પોતાની પસંદગીની કોસ્મેટિક વસ્તુઓ લેવાનું ચાલું કરી દીધું છે. ઘણીવાર એવું થાય છે કે, બ્રાંડ તો ગમતી હોય પણ એનો ઉપયોગ કર્યા બાદ એવું લાગે છે કે, ઠીક છે. આવું ન થાય એ માટે કેટલીક ટિપ્સ અહીં ફોલો કરવા જેવી છે. બ્યૂટી એક્સપર્ટ એવું કહે છે કે, વ્યક્તિએ પોતાના સ્કિનટોન અનુસાર જે તે કોસ્મેટિક વસ્તુઓની ખરીદી કરવી જોઈએ.

ફાઉન્ડેશન ચોઈસ
ઘણીવાર બ્રાંડ પર વિશ્વાસ મૂકીને ખરીદેલી વસ્તુ લગાવ્યા બાદ એટલી જામતી નથી. પછી પૈસા વાપર્યાનો અફસોસ થાય છે. સ્કિનટોનને ધ્યાને રાખીને લિપસ્ટિકની ચોઈસ કરવી જોઈએ. જો સ્કિનટોન અન ઈવન છે તો જો લાઈન સ્કિન ટોન પર ફાઉન્ડેશન રેફરન્સ તરીકે ઉપયોગમાં લઈ શકાય છે. આ રીત ચામડીના હિસાબથી પર્ફેક્ટ સાબિત થશે. જે ફાઉન્ડેશન લગાવ્યા બાદ સ્કિન પર કોઈ સફેદ ડાઘ કે કોઈ વધારે પડતી વ્હાઈટનેસ જોવા મળે તો એનો ઉપયોગ કરવાનું ટાળો. ફાઉન્ડેશન ચેક કરવો હોય તો થોડું સેમ્પલ લઈને થોડી વાર માટે કાંડા પર લગાવો. આ રીતે ટેસ્ટ કરો. પહેલી આંગળી અને અંગુઠાની વચ્ચે પણ લગાવી શકો.પછી મુઠ્ઠી ખોલબંધ કરતા એની ઈફેક્ટ જુઓ.

આ પણ વાંચો: મેથીના દાણાથી બનાવો આ રીતે હેર માસ્ક, વાળની સમસ્યાઓ થશે દૂર

લિપસ્ટિક સિલેક્શન
કાંડા પર કે આંગળીઓ પર લિપસ્ટિક લગાવવાથી ખાસ કોઈ કલર ટેસ્ટ ખબર પડતો નથી. જે શેડ તમારી આંગળી પર જામેલા બ્લડ સાથે મેચ કરે છે એ તમારા હોઠ પર પર્ફેક્ટ લાગશે. કાંડા પર લિપસ્ટિક લગાવવાથી કંઈ ફેર પડતો નથી. કારણ કે લિપનો કલર ટોન અને આંગળીનો કલર ટોન અલગ અલગ હોય છે. બને ત્યાં સુધી સ્કિન ટોન સામે લાઈટ કલરની લિપસ્ટિક ચહેરાને ચારચાંદ લગાવે છે. સામાન્ય રીતે મોટાભાગની ગર્લ્સ રેડ લિપસ્ટિકના શેડમાં વધારે પડતી લાલ લિપસ્ટિક ખરીદી લે છે. જે ખરેખર ઓવર લાગે છે. આના કરતા થોડી લાઈટ અને પિંકીંશ લિપસ્ટિક દરેક પ્રસંગમાં દીપિ ઊઠે છે.