BCCIને અચાનક એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો, બેઠકની તારીખ બદલાઈ ગઈ

BCCIના કેન્દ્રીય કરારની યાદી અંગે ઘણી ચર્ચા માટે આજે 29 માર્ચે ગુવાહાટીમાં BCCI અધિકારીઓની એક બેઠક યોજાવાની હતી. હાલ તેને કેન્સલ રાખવામાં આવી છે. તમને જણાવી દઈએ કે આ બેઠકમાં ભારતીય ક્રિકેટ ટીમના ભવિષ્ય વિશે ચર્ચા થવાની શક્યતા હતી. જોકે નવી બેઠકને લઈને કોઈ માહિતી આપવામાં આવી નથી.

આ પણ વાંચો: IPL 2025: અશ્વિન-જાડેજાએ એક ખાસ સિદ્ધિ હાંસલ કરી, CSK ટીમે કરી જાહેરાત

રોહિત શર્માની ટેસ્ટ કારકિર્દી જોખમમાં
એક માહિતી પ્રમાણે કેન્દ્રીય કરાર યાદી અંગે ગૌતમ ગંભીર અને અજિત અગરકરને મળવાના હતા. તેની સાથે સાથે આ બેઠકમાં ટીમ ઈન્ડિયાના ટેસ્ટ કેપ્ટન વિશે પણ ચર્ચા થવાની હતી. હાલમાં ટેસ્ટ ટીમનો કેપ્ટન રોહિત શર્મા છે. રોહિત શર્મા, વિરાટ કોહલી,જસપ્રીત બુમરાહ અને રવિન્દ્ર જાડેજા સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની A+ શ્રેણીમાં રહેશે. જોકે, રોહિત શર્માની ટેસ્ટ કારકિર્દી જોખમમાં હોય તેવું જોવા મળી રહ્યું છે. વિરાટ કોહલી માટે ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ ખૂબ મહત્વની માનવામાં આવી રહી છે. તેનું કારણ એ છે કે તેના પ્રદર્શન પરથી તેની દિશા નક્કી કરવામાં આવશે.