IPL 2025 વચ્ચે BCCIએ કરી મોટી કાર્યવાહી, કોચ સહિત 3 લોકોને હાંકી કાઢ્યા

Indian Cricket Team Supporting Staff: આ વર્ષે બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં 1-3 થી મળેલી હાર અને સિરીઝ દરમિયાન ડ્રેસિંગ રૂમની વાતચીત લીક થયા બાદ BCCIએ મોટી કાર્યવાહી કરી છે. BCCI ના સહાયક કોચ અભિષેક નાયરને હટાવી દીધા છે, જોકે તેમનો કાર્યકાળ ફક્ત 8 મહિના પહેલા જ શરૂ થયો હતો. BGT સિરીઝ બાદ BCCIએ સમીક્ષા બેઠક કરી હતી.

આ પણ વાંચો: મેચ દરમિયાન મેદાન પર અમ્પાયરનું થયું મોત, ક્રિકેટ જગતમાં શોકની લહેર

કોઈની નિમણૂક કરવામાં આવશે નહીં
એક મીડિયાએ આપેલી માહિતી પ્રમાણે સહાયક કોચ અભિષેક નાયર ઉપરાંત, ભારતીય ટીમના ફિલ્ડિંગ કોચ ટી દિલીપ અને ટ્રેનર સોહમ દેસાઈને પણ બરતરફ કરી દેવામાં આવ્યા છે. નાયરના સ્થાને કોઈની નિમણૂક કરવામાં આવશે નહીં કારણ કે સિતાંશુ કોટક પહેલાથી જ ટીમ ઈન્ડિયા સાથે બેટિંગ કોચ તરીકે જોડાયેલા છે. ટ્રેનર સોહમ દેસાઈના સ્થાને એડ્રિયન લી રૂને લેવામાં આવશે, જે હાલમાં IPL 2025માં પંજાબ કિંગ્સ સાથે છે. તેણે 2002 થી 2003 સુધી ટીમ ઈન્ડિયા સાથે પણ કામ કર્યું હતું.