BCCIએ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના પ્રસ્તાવને ફગાવી દીધો
Womens T20 World Cup 2024: આઈસીસી મહિલા T20 વર્લ્ડ કપ 2024 આ વખતે બાંગ્લાદેશમાં આયોજિત થવાનો છે. આ ટુર્નામેન્ટ ઓક્ટોબરમાં રમાવાની છે. પરંતુ બાંગ્લાદેશની હાલની સ્થિતિ ખુબ ખરાબ જોવા મળી રહી છે. બાંગ્લાદેશમાં ભારે નુકસાન થયું છે. આ વચ્ચે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. જેમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડને આ માટે ઓફર મળી હતી. પરંતુ બીસીસીઆઈએ આ વાતને ફગાવી દીધી હતી.
હસીનાએ રાજીનામું આપી દીધું
એક માહિતી અનુસાર BCCI સેક્રેટરી જય શાહે કહ્યું, “તેમણે BCCIને ટૂર્નામેન્ટની યજમાની કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.” પણ અમે સ્પષ્ટ ના પાડી દીધી છે. અમારે આગામી વનડે વર્લ્ડ કપનું પણ આયોજન કરવાનું છે. બાંગ્લાદેશમાં અત્યાર ખરાબ સ્થિતિ જોવા મળી રહી છે. જે વિવાદ ચાલી રહ્યો છે તેનો વિરોધ બાંગ્લાદેશના દરેક વિસ્તારમાં થઈ રહ્યો છે. આ વિરોધ ધીમે ધીમે હિંસક બનવા લાગ્યો છે. આ વિરોધ એટલો હિંસક બની ગયો કે શેખ હસીનાએ રાજીનામું આપી દીધું હતું. આ સાથે તેને દેશ પણ છોડી દીધો હતો. હવે જો બાંગ્લાદેશમાં મહિલા T-20 વર્લ્ડ કપનું આયોજન ન થઈ શકે તો તેનું આયોજન શ્રીલંકામાં થઈ શકે છે. T-20 વર્લ્ડ કપનું આયોજન ન થઈ શકે તો તેનું આયોજન શ્રીલંકામાં થઈ શકે છે.
આ પણ વાંચો: PMની ઓલિમ્પિક વિજેતાઓ સાથે મુલાકાતની ખાસ 10 તસવીર
આ છે મહિલા T20 વર્લ્ડ કપનું શેડ્યૂલ
ICC મહિલા T20 વર્લ્ડ કપ 2024ની પ્રથમ મેચ 3 ઓક્ટોબરના રોજ ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાવાની છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 6 ઓક્ટોબરે મેચ રમાવાની છે. આ પછી ટીમ ઈન્ડિયાએ શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા સામે મેચ રમવાની છે. ટૂર્નામેન્ટની પ્રથમ સેમિફાઇનલ 17 ઓક્ટોબરે અને બીજી સેમિફાઇનલ 18 ઓક્ટોબરે થશે. મહિલા T20 વર્લ્ડ કપની ફાઈનલ 20 ઓક્ટોબરે ઢાકામાં રમાવાની છે.