January 16, 2025

BCCI કયા ખેલાડીને કેટલું પેન્શન આપે છે?

BCCI Pension Criteria: તમને કદાચ માહિતી નહીં હોય પરંતુ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે BCCIએ વિશ્વનું સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ છે. જેના કારણે તે તેના ક્રિકેટરોનું ખૂબ જ ધ્યાન રાખે છે. જેઓ હાલ મેચ રમી રહ્યા છે તેનું તો BCCI ધ્યાન રાખે છે. પરંતુ તેની સાથે BCCI એવા ખેલાડીઓનું પણ ધ્યાન રાખે છે જે રમતમાંથી નિવૃત્ત લઈ લઈ લીધી છે. ત્યારે આવો જાણીએ કે જે ખેલાડીઓ નિવૃત્ત થઈ ગયા છે તેમને કેટલું પેન્શન મળે છે.

આ પણ વાંચો: IND vs AUS: ગાબા ટેસ્ટ મેચનો સમય બદલાયો, આ સમયે થશે મેચ શરુ

કેટલું મળે છે પેન્શન
પુરુષ ક્રિકેટરે ઓછામાં ઓછી 25 ફર્સ્ટ-ક્લાસ મેચ રમવી જરૂરી છે. જો કોઈ પણ ખેલાડી આટલી મેચ રમે છે તો તેને 30 હજાર રૂપિયા પેન્શન મળે છે. જે ખેલાડી 50 થી 74 મેચ રમે છે તેને 45 હજાર રૂપિયા મળે છે. જે ખેલાડી 75 કે તેથી વધુ મેચ રમે છે તો તેને 52500 રૂપિયા મળે છે. વર્ષ 1993 પહેલા જે ખેલાડીઓ નિવૃત્ત થયા હતા તેમને 50 હજાર રૂપિયા આપવામામાં આવતું હતું. હવે તેની રકમ વધારી દેવામાં આવી છે. 50 હજારની રકમ વધારીને 70 હજાર કરી દેવામાં આવી છે. 10 કે તેથી વધુ ટેસ્ટ રમી ચૂકેલી જે મહિલા ક્રિકેટરો પેન્શન માટે લાયક છે તેને BCCI હવે 52,500 રૂપિયા પેન્શન તરીકે આપે છે. BCCIએ વર્ષ 2004માં નિવૃત્ત ક્રિકેટરોને પેન્શન આપવાની શરૂઆત કરી હતી. તે સમયે 174 ભૂતપૂર્વ ખેલાડીઓને 5000 રૂપિયા માસિક પેન્શન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.