IPLની વચ્ચે ટીમ ઈન્ડિયામાં થશે ફેરફાર, BCCI ઉચ્ચ સ્તરીય કરશે બેઠક

BCCI Central Contract: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ મહિલા ક્રિકેટરોની સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ યાદી જાહેર કરી છે. હવે મેન ક્રિકેટરોનો વારો છે. આ અંગ ઘણી ચર્ચાઓ થઈ રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે BCCI સેક્રેટરી દેવજીત સૈકિયા અજિત અગરકર અને મુખ્ય કોચ ગૌતમ ગંભીર સાથે ચર્ચા કરવાના છે. જોકે આ નિર્ણય આઈપીએલ પહેલા લેવામાં આવે છે. પરંતુ આ વખતે વિલંબ થયો છે.
આ પણ વાંચો: RR vs KKR: રિયાન પરાગના નામે નોંધાયો આ શરમજનક રેકોર્ડ
કેન્દ્રીય કરારની જાહેરાતમાં વિલંબ થયો
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ પર નિર્ણય લેવા માટે ચેમ્પિયન્સ ટ્રોફી પૂરી થવાનું રાહ જોઈ રહ્યું હતું. એક રિપોટમાં દાવો કરવામાં આવ્યો કે કેન્દ્રીય કરારની જાહેરાતમાં વિલંબ થયો કારણ કે ભારતના મુખ્ય કોચ ગંભીર ચર્ચા માટે ઉપલબ્ધ ન હતા. 30 માર્ચેના ઉચ્ચ સ્તરીય બેઠક યોજાશે. કોચ ટી દિલીપ, જે છેલ્લા ચાર વર્ષથી ટીમ સાથે છે તે તેનું પદ છોડી શકે છે.