વિરાટ કોહલીની બેટિંગ પોઝિશનને લઈ ટીમ ઈન્ડિયાના બેટિંગ કોચનું મોટું નિવેદન
IND vs BAN: T20 વર્લ્ડ કપ 2024માં ભારતીય ટીમનું અત્યાર સુધીનું પ્રદર્શન જોરદાર જોવા મળ્યું છે. પરંતુ હજૂ સુધી વિરાટનું આ ટુર્નામેન્ટમાં પ્રદર્શન જોવા મળ્યું નથી. તમને જણાવી દઈએ કે વિરાટ આ ટૂર્નામેન્ટમાં જવાબદારી સંભાળી રહ્યો છે.
ચિંતાનો વિષય છે
ભારતીય ટીમને 22 જૂન આજના દિવસે બાંગ્લાદેશની ટીમ સામે સુપર 8માં 2જી મેચ રમાવાની છે. આ પહેલાની મેચ અફઘાનિસ્તાન સામે હતી. જેમાં ટીમ ઈન્ડિયાની જીત થઈ હતી. આમ છતાં ભારતીય ટીમમાં ચિંતા જોવા મળી રહી છે. કારણ કે વિરાટનું અત્યાર સુધીમાં પ્રદર્શન જોવા મળ્યું નથી. અફઘાન ટીમ સામે તે 24 બોલમાં માત્ર 24 રન જ બનાવી શક્યો હતો. આવી સ્થિતિમાં આજની મેચમાં ટીમના ખેલાડીઓની સાથે તેના ચાહકો પણ આશા રાખી રહ્યા છે કે આજની મેચમાં કંઈક કરી બતાવશે.
આ પણ વાંચો: World Cup 2024: ટીમ ઈન્ડિયા મેચ જીતી રહી છે પરંતુ આ વસ્તુએ વધારી ચિંતા
ઓપનિંગથી ખુશ નથી
બાંગ્લાદેશ સામેની મેચ પહેલા જ્યારે બેટિંગ કોચ વિક્રમ રાઠોડને પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. વિરાટ કોહલીની બેટિંગ વિશે તેમને પુછવામાં આવ્યું ત્યારે તેમણે એવો જવાબ આપ્યો કે દરેક લોકો ચોંકી ગયા હતા. તેમણે જવાબમાં કહ્યું કે અમે આ વિશે બિલકુલ વિચારી રહ્યા નથી. અમે અમારા બેટિંગ ઓર્ડરથી ખુશ છીએ. T20 વર્લ્ડ કપમાં ચાર ઇનિંગ્સમાં તેણે 1, 4, 0 અને 24 રન બનાવવામાં સફળ રહ્યો છે.