બાર કાઉન્સિલ ઓફ ગુજરાતનો વકીલોના હિતમાં નિર્ણય, મૃત્યુ સહાય 50 હજાર વધારી
અમદાવાદઃ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે રાજ્યના વકીલોના હિતમાં વધુ એક નિર્ણય લીધો છે. ચેરમેન જેજે પટેલની અધ્યક્ષતામાં BCGની બેઠક મળી હતી. તેમાં મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે.
જેમાં વકીલોને મળતી મૃત્યુ સહાયમાં વધારો કરવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. વકીલોને મૃત્યુ સહાય 4.50 લાખથી વધારી 5 લાખ રૂપિયા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતના મૃત્યુ પામનારા 66 ધારાશાસ્ત્રીઓના વારસદારોને 93 લાખ ચૂકવવા નિર્ણય કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત રાજ્યના 87 ધારાશાસ્ત્રીઓને 30.90 લાખ રૂપિયા માંદગી સહાય ચૂકવવા પણ નિર્ણય લેવામાં આવ્યો છે. બાર એસોસિએશનના હોદ્દેદારોની કમિટીમાં એક મહિલા પ્રતિનિધિને સ્થાન આપવા પણ નિર્ણય કર્યો છે.