November 16, 2024

નકલી નોટો વટાવવા જતાં બે શખ્સોને ઝડપી પાડતી બાપુનગર પોલીસ, થયા અનેક ખુલાસા

મિહિર સોની, અમદાવાદ: તહેવારનો લાભ લઇ બજારમાં નકલી નોટો વટાવતા બે આરોપીની બાપુનગર પોલીસે ધરપકડ કરી છે. રાજસ્થાનથી નકલી નોટો લાવી છૂટકમાં અમદાવાદની બજારમાં આ નકલી નોટ ફરતી કરવા જવાના હતા. નકલી નોટો બજારમાં ફરતી કરવા પ્લાન બનાવ્યો હતો. પરંતુ તે પહેલા જ આરોપીઓ ઝડપાઇ ગયા હતા.

અમદાવાદ શહેર પોલીસે દિવાળીની ખરીદી અને બજારની ભીડનો લાભ લઈને નકલી ચલણી નોટ વટાવનાર બે યુવકોની ધરપકડ કરી છે. બાપુનગર પોલીસ ને બાતમી મળી હતી કે બે શખ્સો એક ગલ્લા અને દુકાનો પાર આવી નકલી નોટો વટાવી રહ્યા છે જે મામલે પોલીસે તપાસ કરતા બે ઈસમો નકલી નોટ સાથે ઝડપાયા હતા. નિકોલના ઇન્દ્ર ભૂષણ સીતારમણ ત્રિપાઠી નામના યુવકને પકડી તપાસ કરતા તેની પાસેથી 500 રૂપિયાના દરની સાત ચલણી નોટો તેમજ 100 રૂપિયાના દરની 529 જેટલી નોટો મળી આવી હતી. આરોપીની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે ઓઢવ વિસ્તારમાં ઇન્દિરા આવાસ યોજનામાં રહેતા રાકેશ ભગવાન રામ નામના યુવકે તેને આ નકલી ચલણી નોટો આપી હતી અને બજારમાં વટાવવા માટે મોકલ્યો હતો. પોલીસે રાકેશ રામ ની પણ ધરપકડ કરી છે.

આરોપી ઇન્દ્ર અને રાકેશ રામ આ ચલણી નોટ રાજસ્થાનના રફીક નામના આરઓઇ પાસે થી લાવ્યા હતા. રફીકે આ નકલી નોટો રાજસ્થાન થી પાર્સલ માં અમદાવાદ મોકલી હતી. રફીકે રૂ 1. 10 લાખ ની નકલી નોટ ની સામે 25 હજાર રૂપિયા લીધા હતા. આરોપીઓ સૌથી વધુ રૂ 100 ની નકલી નોટ છૂટક ચીજવસ્તુ લઇ દુકાનો પર વટાવાતા હતા. બને આરોપી આ લાખ રૂપિયા ની નકલી નોટો દિવાળી ના સમયે છૂટક બજાર માં વટાવવા ની શરૂઆત કરી હતી જ્યા પોલીસે તેમને ઝડપી પાડયા.

ટૂંક સમય માં વધુ રૂપિયા કમાવવા ની લાલચે બંને આરોપીઓ એ માર્કેટ માં નકલી નોટો ફરતી કરતી અસલી રૂપિયા કમાવવા નો કીમિયો અઝમાવ્યો હતો પરંતુ પોલીસ ના હાથે ઝડપાઇ ગયા. આરોપીઓ ક્યાં ક્યાં આ નકલી નોટો વટાવી તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.