ઈડરમાં પ્રતિબંધિત ગર્ભ પરીક્ષણ યથાવત… જિલ્લા આરોગ્ય વિભાગના લક્ષ્મી વુમન્સ હોસ્પિટલમાં દરોડા

Idar: ઈડરમાં પ્રતિબંધિત ગર્ભ પરીક્ષણ હજુ પણ યથાવત છે. જેને લઈને જિલ્લા આરોગ્ય વિભાગે ઈડરમાં દરોડા પાડ્યા છે. લક્ષ્મી વુમન્સ હોસ્પિટલમાં પોલીસ બંદોબસ્ત સાથે દરોડા કરવામાં આવ્યા છે. તેમજ આરોગ્ય વિભાગની ટીમે ત્રણ સોનોગ્રાફી મશીન સીલ કર્યા છે.
મળતી માહિતી અનુસાર લક્ષ્મી વુમન્સ હોસ્પિટલમાં છેલ્લા કેટલાય સમયથી ગર્ભ પરીક્ષણ ચાલતું હતું. જેને લઈને જિલ્લા આરોગ્ય વિભાગે લક્ષ્મી વુમન્સ હોસ્પિટલમાં પોલીસ બંદોબસ્ત સાથે દરોડા પાડયા હતા. જિલ્લા આરોગ્ય વિભાગની ઈડરમાં રેડ બાદ અધિકારીઓના મોબાઇલ બંધ આવતા હતા. ઈડર તાલુકા હેલ્થ ઓફિસર સહિત જિલ્લાનાં આરોગ્ય વિભાગના અધિકારીઓના ફોન બંધ આવતા હતા. જોકે, અધિકારીઓએ ચાર કલાક કરતાં વધુ સમય સુધી પોલીસ બંદોબસ્ત સાથે હોસ્પિટલમાં સર્ચ હાથ ધર્યું હતું.
આ પણ વાંચો: ખૂંખાર ગુનેગારો જેવો વ્યવહાર…. અમેરિકામાંથી આ રીતે ભારતીયોને મોકલ્યા- Video
વધુમાં હોસ્પિટલમાં કાર્યવાહી બાદ અધિકારીઓના ફોન બંધ થતા ભીનું સંકેલાયાની આશંકા છે. ગઈકાલે ત્રણ વાગે બપોરે કાર્યવાહી કર્યા છતાં અધિકારી મીડિયાથી દુર છે. તેમજ જિલ્લા આરોગ્ય અધિકારી રાજ સુતરીયાએ મીડિયાના ફોન ઉપાડવાના ટાળ્યા હતા.