July 3, 2024

Bank Holiday in June: જૂનમાં 10 દિવસ આ તારીખે બેંકો રહેશે બંધ

Bank Holidays June: આવતા મહિને બેંકો 10 દિવસ માટે બંધ રહેવાની છે. જો તમારે પૈસા સંબંધિત કોઈ કાર્ય હોય તો તે પહેલા કરી લેજો. જોકે આજના સમયમાં મોટા ભાગના બેંકના કામ ઓનલાઈન થઈ ગયા છે. પરંતુ હજૂ પણ ઘણા એવા કામ હોય છે કે જે બેંક પર જઈને જ કરી શકાય. ત્યારે જાણી લો કે આવતા મહિનામાં કંઈ તારીખના રજાઓ રહેશે. જોકે દર અઠવાડિયે રવિવારે અને મહિનાના બીજા અને ચોથા શનિવારે બેંકમાં રજા હોય છે.

જૂનમાં 10 દિવસ બંધ રહેશે બેંકો
આગામી મહિનામાં એટલે કે જૂનમાં 10 દિવસ બેંક બંધ રહેવાની છે. જેમાં 7 રજાઓમાં શનિવાર અને રવિવાર છે. જૂનમાં 2જી, 9મી, 16મી, 23મી અને 30મી તારીખે રવિવાર છે. તારીખ 8 અને 22 જૂને ચોથો શનિવાર છે. જેના કારણે તે દિવસે પણ બેંક બધ રહેશે. બકરી ઈદ 17મી જૂને અને 15મી જૂને રાજા સંક્રાંતિ છે. જોકે ઘણી જગ્યાઓ પર 18 જૂને બકરી ઈદ છે. આ તારીખના દેશમાં બેંક બધ રહેશે.

આ પણ વાંચો: Sensex 1100 અંકના ઉછાળા સાથે નવી ઊંચાઇ પર, Nifty પણ નવાં રેકોર્ડ સ્તરે

આ તારીખો પર બેંકો બંધ રહેશે
2 જૂન, 2024: રવિવારના કારણે બેંકો માટે સાપ્તાહિક રજા રહેશે, 8 જૂન 2024: બીજા શનિવારને કારણે દેશભરમાં બેંકો બંધ રહેશે, 9 જૂન 2024: રવિવારના કારણે બેંકો માટે સાપ્તાહિક રજા રહેશે, 15 જૂન 2024: YMA દિવસ અથવા રાજા સંક્રાંતિના કારણે ભુવનેશ્વર અને આઈઝોલ ઝોનમાં બેંકો બંધ રહેશે, 16 જૂન 2024: રવિવારના કારણે બેંકો માટે સાપ્તાહિક રજા રહેશે, 17 જૂન 2024: બકરી ઈદના કારણે લગભગ સમગ્ર દેશમાં બેંકો બંધ રહેશે, 18 જૂન 2024: જમ્મુ અને શ્રીનગર ઝોનમાં બકરી ઈદને કારણે બેંકો બંધ રહેશે, 22 જૂન 2024: ચોથા શનિવારને કારણે બેંકમાં રજા રહેશે, 23 જૂન 2024: રવિવારના કારણે બેંકો માટે સાપ્તાહિક રજા રહેશે, 30 જૂન 2024: રવિવારના કારણે બેંકો માટે સાપ્તાહિક રજા રહેશે.