એપ્રિલમાં આટલા દિવસ બંધ રહેશે બેંકો, વાંચો સમગ્ર લિસ્ટ
Bank Holiday: હવે એપ્રિલ મહિનાની શરૂઆત થવા જઈ રહી છે. જેથી લોકો આવતા મહિનાની તૈયારીઓ શરૂ કરી દેશે. જેમાં કેટલાક કામ બેંકને લગતા પણ હશે. જો તમારું બેંક સંબંધિત કામ હજુ બાકી છે અને તમે તેને એપ્રિલમાં પૂર્ણ કરવા માંગો છો, તો તમારે જાણવું જોઈએ કે એપ્રિલમાં બેંકો કેટલા દિવસ બંધ રહેશે. તમને જણાવી દઈએ કે આવતા મહિને એટલે કે એપ્રિલમાં ઘણી રજાઓ આવવાની છે. એપ્રિલ-2024માં વિવિધ ઝોનમાં કુલ 14 દિવસની બેંક રજાઓ રહેશે.
વાસ્તવમાં આજકાલ બેંકોને લગતા મોટાભાગના કામ ઓનલાઈન થાય છે, પરંતુ હજુ પણ બેંક ખાતું ખોલાવવા અને લોન લેવા જેવા ઘણા કામ બાકી છે. જેના માટે બેંકની શાખામાં જવું પડે છે. જો તમે બેંકની રજાઓની યાદી જોયા વગર બેંકની શાખામાં જશો તો તમે નિરાશ થઈ શકો છો. આ ઉપરાંત તમારા મહત્વપૂર્ણ કામ પણ અટકી જશે. આવી સ્થિતિમાં બેંકની રજાઓ ક્યારે છે તે અગાઉથી જાણી લો. દર અઠવાડિયે રવિવાર અને મહિનાના બીજા અને ચોથા શનિવારે બેંક રજા હોય છે. એ ઉપરાંતની કેટલીક રજાઓનું લિસ્ટ નીચે મુજબ છે.
- 1 એપ્રિલ, 2024: નાણાકીય વર્ષના અંતે બેંક ખાતાઓ બંધ થવાને કારણે 1 એપ્રિલે બેંકમાં રજા રહેશે.
- 5 એપ્રિલ 2024: શ્રીનગર, જમ્મુ અને તેલંગાણામાં બાબુ જગજીવન રામ અને જુમાત-ઉલ-વિદાના જન્મદિવસને કારણે બેંકમાં રજા રહેશે.
- 7 એપ્રિલ 2024: રવિવારના કારણે બેંકો માટે સાપ્તાહિક રજા રહેશે.
- 9 એપ્રિલ 2024: ગુડી પડવા/ઉગાદી તહેવાર/તેલુગુ નવું વર્ષ અને પ્રથમ નવરાત્રિના કારણે, બેલાપુર, બેંગલુરુ, ચેન્નાઈ, હૈદરાબાદ, ઈમ્ફાલ, જમ્મુ, મુંબઈ, નાગપુર, પણજી અને શ્રીનગરમાં બેંક રજા રહેશે.
- 10 એપ્રિલ 2024: કોચી અને કેરળમાં ઈદને કારણે બેંકો બંધ રહેશે.
- 11 એપ્રિલ 2024: ઈદને કારણે દેશભરમાં બેંકો બંધ રહેશે.
- 13 એપ્રિલ 2024: બીજા શનિવારને કારણે બેંકો બંધ રહેશે.
- 14 એપ્રિલ 2024: રવિવારના કારણે બેંકોમાં સાપ્તાહિક રજા રહેશે.
- 15 એપ્રિલ 2024: હિમાચલ દિવસને કારણે ગુવાહાટી અને શિમલા ઝોનમાં બેંકો બંધ રહેશે.
- 17 એપ્રિલ 2024: શ્રી રામ નવમીના કારણે, અમદાવાદ, બેલાપુર, ભોપાલ, ભુવનેશ્વર, ચંદીગઢ, દેહરાદૂન, ગંગટોક, હૈદરાબાદ, જયપુર, કાનપુર, લખનૌ, પટના, રાંચી, શિમલા, મુંબઈ અને નાગપુરમાં બેંક રજા રહેશે.
- 20 એપ્રિલ 2024: અગરતલામાં ગરિયા પૂજાને કારણે બેંકમાં રજા રહેશે.
- 21 એપ્રિલ 2024: રવિવારના કારણે બેંકો માટે સાપ્તાહિક રજા રહેશે.
- 27 એપ્રિલ 2024: ચોથા શનિવારના કારણે બેંકોમાં રજા રહેશે.
- 28 એપ્રિલ 2024: રવિવારના કારણે બેંકો માટે સાપ્તાહિક રજા