December 27, 2024

માર્ચ મહિનામાં 14 દિવસ બંધ રહેશે બેંક, RBIએ લિસ્ટ કર્યુ જાહેર

Bank Holidays: ફેબ્રુઆરી મહિનાનો છેલ્લો અઠવાડિયો ચાલી રહ્યો છે. થોડા જ દિવસોમાં માર્ચ મહિનાની શરૂઆત થઈ જશે. જો તમને માર્ચ મહિનામાં બેંક સંબંધિત કામ હોય તો અત્યારે જ બેંક હોલિડેના કેલેન્ડરનો જોઈને પ્લાન કરવું જોઈએ. માર્ચ મહિનામાં દેશભરમાં ઓછામાં ઓછા 14 દિવસ બેંકો બંધ રહેશે. માર્ચ મહિનામાં શિવરાત્રી અને હોળી જેવા તહેવારો આવે છે. આ ઉપરાંત કેટલીક રજાઓ રાજ્યની અને કેટલીક રજાઓ રાષ્ટ્રીય રહેશે. આ ઉપરાંત બીજા અને ચોથા શનિવારે બેંકો બંધ રહેશે. આ ઉપરાંત મહિનાના 4 રવિવાર બેંકો બંધ રહેશે. બેંકની રજાઓનો કેલેન્ડર RBI દ્વારા જાહેર કરવામાં આવ્યો છે.

માર્ચ મહિનાની રજાનું લિસ્ટ
– 1 માર્ચ: ચમચાર કુટ(મિઝોરમ)
– 3 માર્ચ: રવિવાર
– 8 માર્ચ: મહાશિવરાત્રી
– 9 માર્ચ: બીજો શનિવાર
– 10 માર્ચ: રવિવાર
– 17 માર્ચ: રવિવાર
– 23 માર્ચ: બિહાર દિવસ
– 23 માર્ચ: ચોથો શનિવાર
– 24 માર્ચ: રવિવાર
– 25 માર્ચ: હોળી
– 26 માર્ચ: યાઓસાંગ
– 27 માર્ચ: હોળી
– 29 માર્ચ: ગુડ ફ્રાઈડે
– 31 માર્ચ: રવિવાર

માર્ચ મહિનામાં 14 દિવસ બેંકો બંધ રહેશે, પરંતુ તમારે ટેન્શન લેવાની બિલકુલ જરૂર નથી. રજાના દિવસે પણ તમે ઓનલાઈન બેંકિગનો લાભ લઈ શકો છો. આ લિસ્ટ આપવાનો અમારો માત્ર એક જ ઉદેશ્ય છેકે તમે તમારા જરૂરી બેંક જવાના કામને જલ્દી પુરા કરી શકો. આ રજાઓના લિસ્ટમાં રાજ્ય આધારિત ફેરફાર હોઈ શકે છે. આથી બેંક બંધની યોગ્ય અને સાચી માહિતી તમે તમારી નજીકની બેંક અથવા તો બેંક બ્રાન્ચ પરથી મેળવી શકો છો.