બાંગ્લાદેશની સામે જીત મળવા છતાં ટીમ ઈન્ડિયાને આ ચિંતા
IND vs BAN: ભારતે T20 સિરીઝમાં બાંગ્લાદેશને 3-0થી હાર આપી હતી. આ સમયે સંજુ સેમસને પહેલી સદી ફટકારી હતી. એમ છતાં પણ ટીમ ઈન્ડિયાની કેટલીક એવી સમસ્યા છે કે જે ચિંતાનો વિષય છે.
હર્ષિત રાણાના ડેબ્યૂની રાહ
બાંગ્લાદેશ સામેની ત્રીજી ટી-20 મેચમાં હર્ષિત રાણાનું ડેબ્યૂ લગભગ નક્કી માનવામાં આવી રહ્યું હતું. કારણ કે અર્શદીપને આરામ આપવામાં આવ્યો હતો. હવે આવનારા સમયમાં ભારતને T20 સિરીઝ રમાવાની નથી. તેથી હવે હર્ષિતના ડેબ્યૂની રાહ જોવાઈ રહી છે. બીજી બાજૂ KKR માટે આ સારા સમાચાર કહી શકાય. કેમ કે તેને IPL 2025માં અનકેપ્ડ ખેલાડી તરીકે જાળવી રાખવામાં આવી શકે છે.
વોશિંગ્ટન સુંદરનું પ્રદર્શન
વોશિંગ્ટન સુંદરે પોતાની T20 કારકિર્દીમાં 52 મેચ અત્યાર સુધીમાં રમ્યો છે. જેમાં 161 રન અને તેની સાથે 47 વિકેટ વિકેટ લીધી હતી. પરંતુ બાંગ્લાદેશ સામેની મેચમાં તે કંઈ ખાસ કરી શક્યો ના હતો. તેના પ્રદર્શનથી નિરાશા જોવા મળી હતી. તે 3 મેચમાં માત્ર 3 વિકેટ લઈ શક્યો હતો.
આ પણ વાંચો: IPL 2025માં રોહિત શર્મા પર કરોડોનો વરસાદ થશે?
ફાયદો ઉઠાવી શક્યો નહીં
અભિષેક શર્માએ આ વર્ષે ઝિમ્બાબ્વે સામેની T20 સિરીઝમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. બાંગ્લાદેશ સામેની 3 મેચમાં તે માત્ર 35 રન જ બનાવી શક્યો હતો. પરંતુ તેના ખરાબ ફોર્મને કારણે તેને વધુ તક મળશે કે નહીં તે અત્યારે ચિંતાનો વિષય છે.