December 23, 2024

શેખ હસીનાને લઈને મોટો દાવો, રાજનીતિમાં પરત ફરશે? છોકરાએ કહ્યું કે…

અમદાવાદઃ બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના રાજીનામું આપીને ભારત આવી ગયા છે. અહીંથી તે રહેવા માટે લંડન અથવા કોઈ ત્રીજા દેશમાં જાય તેવી શક્યતા છે. પરંતુ શું શેખ હસીના ફરી બાંગ્લાદેશ પરત ફરશે? શું તે રાજકારણ કરવા માગશે? શેખ હસીનાના પુત્ર સાજિદ વાજેદ જોયે આ અંગે મોટો દાવો કર્યો છે. જોયે કહ્યું, મારી માતાએ બાંગ્લાદેશમાં પરિવર્તન લાવવાનો ઘણો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમના પ્રયાસો છતાં લોકોએ બળવો કર્યો, જેના કારણે તે ખૂબ નિરાશ છે. તે બાંગ્લાદેશની રાજનીતિમાં ક્યારેય પરત નહીં ફરે.

બીબીસી વર્લ્ડ સર્વિસને આપેલા ઈન્ટરવ્યૂમાં જોયે કહ્યું કે, તેની માતા શેખ હસીના રવિવારથી રાજીનામું આપવાનું વિચારી રહી હતી. બાદમાં પરિવારે તેની સુરક્ષાને લઈને તેના પર ઘણું દબાણ કર્યું હતું, તેથી તેણે દેશ છોડી દીધો. અગાઉ જોય તેની માતાના અંગત સલાહકાર તરીકે કામ કરતો હતો.

આ પણ વાંચોઃ બાંગ્લાદેશ હિંસાનું પાકિસ્તાન કનેક્શન? બંગબંધુની મૂર્તિ તોડી, પરિસ્થિતિ બેકાબૂ

મારી માતાએ બાંગ્લાદેશ બદલ્યું
જોયે તેની માતાના કાર્યકાળનો બચાવ કર્યો અને કહ્યું, ‘મારી માતાએ બાંગ્લાદેશને બદલ્યું છે. તેમણે સત્તા સંભાળી ત્યારે બાંગ્લાદેશ નિષ્ફળ દેશ ગણાતો હતો. તે સમયે તેઓ ખૂબ જ ગરીબ હતા. પરંતુ આજે બાંગ્લાદેશ એશિયાના ઉભરતા બજારોમાંનું એક ગણાય છે. તેની સરખામણી ઘણાં મોટા દેશો સાથે કરવામાં આવે છે. તેની અર્થવ્યવસ્થાના વખાણ થાય છે. પરંતુ કદાચ કેટલાક લોકોને દેશનું આ સ્વરૂપ પસંદ નહીં આવે.’

આ પણ વાંચોઃ આ 5 કારણથી શેખ હસીનાએ બાંગ્લાદેશ છોડ્યું, ઇતિહાસમાં કાળા અક્ષરે લખાશે ઘટના

જ્યારે ભીડ માર મારી રહી છે…
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, વિરોધીઓ પર વધુ પડતા બળનો ઉપયોગ કરવાની શું જરૂર હતી. તેના પર શેખ હસીનાના પુત્રએ કહ્યું, જે પ્રકારની હિંસા થઈ રહી હતી. દેશની સંપત્તિને નુકસાન થઈ રહ્યું છે તે જોતાં સરકારની પ્રતિક્રિયા એકદમ યોગ્ય હતી. તે લોકોએ પોલીસકર્મીઓને માર માર્યો હતો. ગઈકાલે જ એક પોલીસ સ્ટેશનમાં 13 પોલીસકર્મીઓની હત્યા કરવામાં આવી હતી. જ્યારે ટોળું માર મારીને મારી રહ્યું છે ત્યારે તમે પોલીસ પાસેથી શું અપેક્ષા રાખી શકો.