બાંગ્લાદેશ બદલવા તૈયાર નથી, હવે ઇસ્કોન મંદિરના ચિન્મય દાસ સામે દેશદ્રોહનો કેસ
Bangladesh: બાંગ્લાદેશમાં હિંદુઓ વિરુદ્ધ વધી રહેલી હિંસા સામે અવાજ ઉઠાવનાર ચિન્મય કૃષ્ણ દાસ બ્રહ્મચારીની મુશ્કેલીઓ વધી ગઈ છે. બાંગ્લાદેશમાં ચિન્મય વિરુદ્ધ દેશદ્રોહનો કેસ નોંધવામાં આવ્યો છે. સરકાર વિરોધી દેખાવોથી જ ચિન્મય હિંદુઓની સુરક્ષા અને હિંસા સામે અવાજ ઉઠાવી રહ્યા હતા. જેના માટે તેમણે દેશના અલગ-અલગ વિસ્તારોમાં દેખાવો પણ યોજ્યા હતા.
તેમની સામે આ કાર્યવાહી ચિત્તગોંગમાં યોજાયેલી એક રેલીના વિરોધમાં કરવામાં આવી છે. જેમાં ચિન્મય કૃષ્ણ દાસ બ્રહ્મચારીના આહ્વાન પર ચટગાંવ વિભાગના હજારો હિન્દુઓ એકઠા થયા હતા. ચિન્મય પર આ રેલી દરમિયાન દેશની સાર્વભૌમત્વ માટે તિરસ્કાર દર્શાવવાનો અને દેશની અખંડિતતાને નકારવા માટે યોજનાબદ્ધ રીતે બાંગ્લાદેશના રાષ્ટ્રધ્વજનું અપમાન કરવાનો આરોપ છે.
ધર્મનો ધ્વજ લહેરાવ્યો તો દેશદ્રોહનો આરોપ
નોંધાયેલી ફરિયાદની નકલ અનુસાર, ઇસ્કોન જૂથે તેના વિરોધમાં, ચિત્તાગોનના કોતવાલી પોલીસ સ્ટેશનના ન્યૂ માર્કેટ ઇન્ટરસેક્શન પર સરકાર વિરોધી વિદ્યાર્થીઓના વિરોધ દરમિયાન બનાવવામાં આવેલા રાષ્ટ્રધ્વજની ટોચ પર ધાર્મિક ધ્વજ ફરકાવ્યો હતો. ફરિયાદમાં આ પ્રકારે ઈસ્કોનનો ધાર્મિક ધ્વજ ફરકાવવાને સ્વતંત્ર રાજ્યની અખંડિતતાને નકારવા સમાન ગણવામાં આવ્યો છે.
During the protest rally yesterday(13/09/2024) in #Chattragram, Sri Chinmay Krishna Das Prabhu of #ISKCON gave a historic speech.
In his speech, he said, “We are Hindu, we are the heir of Rishis, we are Aryaputra. We will fight till death. Hindus, be united. Be aware of the… pic.twitter.com/GthUnoaBEM
— Hindu Voice (@HinduVoice_in) September 14, 2024
ચિન્મય વિરુદ્ધ આ કાર્યવાહી એવા સમયે થઈ છે જ્યારે યુએન માનવાધિકાર એજન્સીના હાઈ કમિશનર બાંગ્લાદેશની મુલાકાતેથી પરત ફર્યા છે અને તેમણે લઘુમતીઓ વિરુદ્ધ હિંસાની તપાસની માંગ કરી છે.
હિંદુઓને એક કરવા હાકલ કરી
ગયા મહિને ઈસ્કોનની એક બેઠકમાં ચિન્મય કૃષ્ણદાસ બ્રહ્મચારીએ હિંદુઓને એક થવાની અપીલ કરી હતી. તેમના ભાષણમાં તેમણે કહ્યું હતું કે, “અમે હિંદુ છીએ, અમે ઋષિઓના ઉત્તરાધિકારી છીએ, અમે આર્યના પુત્ર છીએ. અમે છેલ્લા શ્વાસ સુધી લડીશું. હિંદુઓ એક થાઓ, જોખમોથી સાવધ રહો.
તેમણે આગળ કહ્યું, “આપણા મંદિરોની રક્ષા કરવાની શું જરૂર છે? મસ્જિદની રક્ષા કરવાની જરૂર નથી. સરકાર ઘણા વર્ષોથી અમારી અવગણના કરી રહી છે. સાવચેત રહો. સોશિયલ મીડિયા પર કોઈ અજાણ્યા વ્યક્તિને તમારો મિત્ર ન બનાવો. ઘણા લોકો તમને ઉશ્કેરવાની કોશિશ કરશે, તેમની વાતોમાં ન આવો.