બનાસકાંઠા: વાવના ભાખરી ગામે EVM ખોટવાયું, EVM ખોટવાતા મતદારો રાહ જોઇને બેઠા

Banaskantha: બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટેનું મતદાન થઇ રહ્યું છે. ત્યારે હવે બનાસકાંઠા વાવના ભાખરી ગામે EVM ખોટવાયું હોવાના સમાચાર સામે આવ્યા છે. વહેલી સવારથી લોકો મતદાન કરવા પહોંચી ગયા હતા. પરંતુ EVM ખોટવાતા મતદારોને રાહ જોઈને બેસી રહ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર વાવના ભાખરી મતદાન મથક-1 નું EVM ખોટવાઈ જવાના સમાચાર સામે આવ્યા છે. વહેલી સવારથી જ લોકો મતદાન કરવા પહોંચ્યા હતા. જોકે, હાલ EVM ખોટવાતા મતદારો રાહ જોઇને બેઠા છે.
આ પણ વાંચો: બીજેપી ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરનું નિવેદન, આ વખતે ખૂબ મોટી લીડથી હું જીતી રહ્યો છું
ઉલ્લેખનીય છે કે, વાવ વિધાનસભામાં 3.10 લાખ જેટલા મતદાતાઓ છે જેમાં 77,694 જેટલા ઠાકોર મતદાતાઓ ,47,107 જેટલા પટેલ-ચૌધરી મતદાતાઓ,25,995 રબારી મતદાતાઓ,39,260 જેટલા અનુસૂચિત જાતિના મતદાતાઓ તેમજ19,640 જેટલા રાજપૂત મતદાતાઓ નિર્ણાયક ભૂમિકા ભજવશે…30 ટકા મતદારો ઠાકોર સમાજના છે જ્યારે 17% ચૌધરી પટેલ સમાજના છે 12% દલિત સમાજના છે નવ ટકા બ્રાહ્મણ સમાજના છે અને 9 ટકા રબારી સમાજના છે.