પ્રી-મોન્સૂન પ્લાનના નામે નાટક, ચોમાસામાં UGVCLની બેદરકારીથી મોટા નુકસાનની આશંકા
રતનસિંહ ઠાકોર, બનાસકાંઠા: પ્રીમોનસૂન પ્લાનના નામે કાગળ પર માત્ર નાટક ભજવાતું હોય તેવું લાગે છે કારણ કે પ્રિમોન્સૂન પ્લાન હેઠળ કરવામાં આવતી કામગીરીમાં ક્યાંક બેદરકારી રહે છે અને જેને પરિણામે પ્રજાને મુશ્કેલીઓ ભોગવી પડે છે જાનમાલનું પણ નુકસાન થાય છે ચોમાસા પહેલા UGVCLદ્વારા પ્રીમોનસૂન પ્લાનની કામગીરી પૂર્ણ કરવાની હોય છે પરંતુ UGVCLની બેદરકારી અનેક જગ્યાએ સામે આવી છે અને જેનાથી ચોમાસામાં નુકસાન થવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે.
ચોમાસાની ઋતુમાં સૌથી મહત્વની બાબત છે UGVCLની કામગીરી અને એ કામગીરીમાં જો બેદરકારી હોય તો જાન માલનું પણ નુકસાન થાય છે અને મુશ્કેલીઓ પણ ભોગવી પડે છે ચોમાસા પહેલા થાંભલા ડી પી અને લટકતા વાયર ને વ્યવસ્થિત કરવાનું સરખી રીતે કરવાનું કામ UGVCLનું છે પરંતુ પાલનપુર તાલુકામાં અનેક જગ્યાએ UGVCLની બેદરકારી સામે આવી છે ક્યાંક ખેતરોમાંથી પસાર થતા હેવી લાઇનના વાયર નીચે લટકી રહ્યા છે તો બાજુમાં આવતા જતા વાહન ચાલકો નાગરિકો અને ખેડૂતોને નુકસાન થવાની દહેશત છે જ્યારે શહેરી વિસ્તારોમાં પણ જે મહોલ્લા હોય ત્યાં નીચે લટકતા વાયર છે ડીપી પર અને થાંભલા પર જાળી જાખરા નું ઝુંડ લાગેલું હોય છે જેના પરથી સાબિત થાય છે કે UGVCL દ્વારા કેવું કામ થયું છે ત્યારે UGVCLની બેદરકારીને કારણે અગાઉ પણ લોકોએ જીવ ખોયા છે અને જો તાત્કાલિક આ તમામ ખામીઓ દૂર કરવામાં નહીં આવે તો ચોમાસામાં ચોક્કસ મુશ્કેલીઓ સર્જાશે.
બનાસકાંઠામાં ચોમાસાની શરૂઆત ગઈકાલથી જ થઈ ગઈ છે ગઈકાલે વરસાદ પડ્યો છે ત્યારે વીજ વિભાગનું કહેવું છે કે કામગીરી થઈ રહી છે જે લટકતા વાયર હોય તે ખેંચવાની કામગીરી થઈ રહી છે ત્યારે થાંભલા અને ડીપીના પ્રોટેક્શનની પણ કામગીરી થઈ રહી છે પરંતુ ચોમાસાની શરૂઆત થઈ છે અને હજુ તો આ કામગીરીની શરૂઆત થઈ છે તો સવાલ એ થાય છે કે ચોમાસા પહેલા પ્રીમિયમ ની કામગીરી શું કરી જોકે વીજ વિભાગ લોકોને સલાહ પણ આપી રહ્યો છે અને પશુપાલકોને પણ સલાહ આપી રહ્યો છે કે ચોમાસામાં જે વાયર જતા હોય તેની નીચે પણ પશુનો બાંધવા જોઈએ અને જે જોખમી થાંભલા અથવા એ વાયર હોય તેનાથી દૂર રહેવું જોઈએ
ખેડૂતોના ખેતરમાં અને ખેતરની બહાર જે વીજ પોલ હોય છે ત્યારે લાઈનના વાયર નીચે લખતા હોય છે અને જોખમ રહેલું હોય છે પરંતુ એક પણ ખેડૂત અથવા પશુપાલક આ વીજ વિભાગની બેદરકારી સામે બોલી શકે એમ નથી કારણકે ડર છે કે ક્યાંક વીજ વિભાગ તેમને હેરાન કરશે.