બનાસકાંઠામાં ACBની સફળ ટ્રેપ, સ્ટેમ્પ ડ્યુટી નાયબ કલેકટર અને ઓફિસ સુપ્રિટેન્ડેન્ટ લીધા સકંજામાં

Banaskantha Crime: બનાસકાંઠા સ્ટેમ્પ ડ્યુટી નાયબ કલેકટર અને ઓફિસ સુપ્રિટેન્ડેન્ટ એસીબીના સકંજામાં આવી ગયો છે. એસીબીએ ત્રણ લાખની લાંચ લેતા નાયબ કલેકટર અંકિતા ઓઝા અને ઇન્ચાર્જ ઓ એસ ઈમરાન નાગોરીને રંગે હાથ ઝડપી પાડ્યા છે. સ્ટેમ્પ ડ્યુટી ઓછી આંકવા લાંચ માંગી હતી. એસીબી દ્વારા સ્ટેમ્પ ડ્યુટી ઓફિસ અને જુદા જુદા સ્થળોએ સર્ચ કરવામાં આવ્યું હતું. તમને જણાવી દઈએ કે છેલ્લા બાર માસથી સ્ટેમ્પ ડ્યુટીના વ્યવહારને લઈને વિવાદમાં હતા નાયબ કલેક્ટર અંકિતા ઓઝા.
આ પણ વાંચો: સ્ટેશનમાંથી માત્ર 100 મીટર આગળ વધેલી ટ્રેનનો ડબ્બો પાટા પરથી ઊતર્યો
જુદા જુદા સ્થળોએ સર્ચ કરવામાં આવ્યું
બનાસકાંઠામાં સ્ટેમ્પ ડ્યુટી ઓફિસમાં ACBની સફળ ટ્રેપ કરી છે. નાયબ કલેક્ટર અંકિતા ઓઝા અને ઈન્ચાર્જ OS લાંચ લેતા ઝડપાયા છે. ઈન્ચાર્જ OS ઈમરાન નાગોરીને રંગેહાથ ACBએ ઝડપ્યા છે. સ્ટેમ્પ ડ્યુટી ઓછી કરવા માટે લાંચ માંગી હતી. એસીબી દ્વારા સ્ટેમ્પ ડ્યુટી ઓફિસ અને જુદા જુદા સ્થળોએ સર્ચ કરવામાં આવ્યું હતું. છેલ્લા બાર માસથી સ્ટેમ્પ ડ્યુટીના વ્યવહારને લઈને વિવાદમાં હતા અંકિતા ઓઝા.