બિસ્માર રોડને કારણે સ્થાનિકોમાં રોષ, વારંવાર રજૂઆત છતાં તંત્રના આંખ આડા કાન
રતનસિંહ ઠાકોર, બનાસકાંઠાઃ જિલ્લાના મુખ્ય મથક પાલનપુરના મીરા દરવાજાથી ગણેશપુરા રોડ બિસ્માર બન્યો છે. છેલ્લા કેટલાય સમયથી બિસ્માર બનેલા આ રોડનું રિનોવેશન ન થતા આ રોડ પર મસમોટા ખાડા પડ્યા છે અને તેને જ કારણે આ રોડ પરથી પસાર થતા અનેક વાહનો આ ખાડામાં ખાબકવાની ઘટનાઓ સામે આવી રહી છે. તેમ છતાં તંત્ર આંખ આડા કાન કરતા સ્થાનિકોમાં રોસ ભભૂક્યો છે.
બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં પાલિકા દ્વારા શહેરમાં આવેલા રોડ રસ્તાઓ પાછળ લાખો કરોડો રૂપિયાનો ખર્ચ કરી આ રોડોનું રિનોવેશન કરાવવાતું હોવાના દાવાઓ કરવામાં આવી રહ્યા છે. પરંતુ પાલિકાના આ દાવાઓ બાદ પણ શહેરના મીરા દરવાજાથી ગણેશપુરાને જોડતો માર્ગ છેલ્લા કેટલાય સમયથી બિસ્માર હાલતમાં છે. પાલિકા દ્વારા ભૂગર્ભ ગટર યોજના અંતર્ગત આ રોડ વર્ષો પહેલા ખોદવામાં આવ્યો હતો. પરંતુ તે બાદ આ રોડ તંત્ર નવો બનાવવાનું નામ જ નથી લેતું. માત્ર કોંક્રીટ પાથરી સંતોષ માની લેતા અનેકવાર આ રોડ પર મસમોટા ખાડા પડે છે અને તેની જ કારણે અનેકવાર આ રોડ પર વાહનો ખાડામાં ખાબકવાની ઘટના સામે આવતી હોય છે તેમ છતાં પણ તંત્ર આ રોડ સામે આ ખાડા કાન કરતા સ્થાનિકોમાં રોસ ભભૂક્યો છે.
મહત્વની વાત છે કે, આ બિસ્માર રોડને લઈ સ્થાનિકો દ્વારા માત્ર પાલિકાએ જ નહીં પરંતુ જિલ્લા કલેકટર સુધી અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે. સ્થાનિકો એક આશા સાથે તંત્રને રજૂઆત કરી રહ્યા છે કે, તંત્ર અમારી રજૂઆત સાંભળી આ રોડનું નવીનીકરણ કરશે, પરંતુ સ્થાનિકોની રજૂઆત બાદ પણ આ રોડ સામે આખરે હવે છેલ્લા કેટલાય સમયથી બિસ્માર રસ્તાથી પીડિત આ વિસ્તારના સ્થાનિકો તંત્ર સામે રોસ ઠાલવી રહ્યા છે કે, અમે વેરો સમયસર ભરીએ છીએ તેમ છતાં પાલિકા અમને પ્રાથમિક જરૂરિયાત પૂરી નથી પાડી શકતી નથી. સ્થાનિકો પાલનપુરની પાલિકા પર ભ્રષ્ટાચારના આક્ષેપો પણ કરી રહ્યા છે.