બનાસકાંઠામાં 9 વાગ્યા સુધીમાં સૌથી વધારે મતદાન
Gujarat Lok Sabha Poll Live: ગુજરાતની લોકસભાની 25 અને વિધાનસભાની પાંચ બેઠક માટે મતદાન શરૂ થઇ ગયું છે. આજ સવારથી 7:00 વાગ્યાથી લઈને સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે. અત્યાર સુધીમાં ગુજરાતમાં બે કલાકમાં 9.87 ટકા મતદાન થયું છે. ત્યારે સૌથી વધારે મતદાન બનાસકાંઠામાં થયું છે.
અત્યાર સુધીમાં આટલું થયું મતદાન
અમદાવાદ એસ્ટમાં 8.03%, અમદાવાદ વેસ્ટમાં 7.23%, અમરેલીમાં 9.13%, આણંદમાં 10.35%, બનાસકાંઠામાં 12.28%, બારડોલી 11.54%, ભરૂચ 10.78%, ભાવનગર 9.20%, છોટાઉદેપુરમાં 10.27%, દાહોદ 10.94%, ગાંધીનગર 10.31%,જામનગરમાં 8.55%, જૂનાગઢમાં 9.05 % , કચ્છ 8.79 %, ખેડા 10.20%, મહેસાણા 10.14%, નવસારી 9.15%, પંચમહાલ 9.16%, પાટણ 10.42%, પોરબંદર 7.84%, રાજકોટમાં 9.77%, સાબરકાંઠામાં 11.43%, સુરેન્દ્રનગરમાં 9.43%, વડોદરામાં 10.64%, વલસાડ 11.65%, મતદાન અત્યાર સુધીમાં થયું છે.
આ પણ વાંચો: North Gujarat Election LIVE Update: પાટણના ઉમેદવાર ચંદનજી ઠાકોરે મતદાન કર્યું
લોકસભા બેઠક 2019માં મતદાન
લોકસભા ચૂંટણી 2019ની મતદાનની વાત કરવામાં આવે તો કચ્છ 58.71%,બનાસકાંઠા 65.03%,પાટણ 62.45%, મહેસાણા 65.78, સાબરકાંઠા 67.77%, ગાંધીનગર 66.08%,અમદાવાદ ઇસ્ટ 61.76%,અમદાવાદ વેસ્ટ 60.81%, સુરેન્દ્રનગર 58.41%,રાજકોટ 63.49% ,પોરબંદર 57.21%, જામનગર 61.03%, જૂનાગઢ 61.31% ,અમરેલી 55.97%, ભાવનગર 59.05%, આણંદ 67.04%, ખેડા 61.04% ,પંચમહાલ 62.23%, દાહોદ 66.57%, વડોદરા 68.18%, છોટા ઉદેપુર 73.9% ,ભરૂચ 73.55% ,બારડોલી 73.89%, સુરત બિન હરીફ 64.58%, નવસારી 66.4%, વલસાડ 75.48% કુલ મતદાનની વાત કરવામાં આવે તો 64.51 ટકા મતદાન થયું છે.
સમગ્ર ગુજરાતમાં મતદાન ચાલુ
લોકસભાની ચૂંટણીનું ત્રીજા તબક્કાનું મતદાન યોજાયું છે. ત્યારે સમગ્ર ગુજરાતના મતદાન મથકો પર હાલ મતદાનની પ્રકિયા ચાલી રહી છે. લોકો વહેલી સવારથી જ મતાધિકારનો ઉપયોગ કરવા માટે લાઇનમાં ઉભા છે. ત્યારે ગુજરાતના કુલ 4.97 કરોડ મતદાતાઓ મતદાન કરશે. તેમાં 12 લાખ કરતાં વધુ ફર્સ્ટ ટાઈમ વોટર્સ છે.