December 27, 2024

બનાસકાંઠામાંથી ફ્રોડ કંપની ઝડપાઈ, દંપતિએ લોકોનું ફૂલેકું ફેરવ્યું

બનાસકાંઠાઃ જિલ્લામાં વધુ એક કંપનીએ ફ્રોડ કર્યું હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી પ્રમાણે, વડગામના મજાદર ગામના દંપતિએ કંપની બનાવી ફ્રોડ કર્યાની ચર્ચાએ જોર પકડ્યું છે.

દંપતીએ પ્રસિધ્ધિ નિર્માણ મલ્ટિસ્ટેટ ગ્રુપ હાઉસિંગ કોપરેટીવ સોસાયટી લિમિટેડ નામની કંપની બનાવી હતી. કંપનીમાં અનેક લોકોને રોકાણ કરાવ્યું હતું. રમણભાઈ અને પત્ની તેજલબેને લોકો સાથે ફ્રોડ કર્યા હોવાની ચારેકોર ચર્ચા થઈ રહી છે.

લોકોના ઇન્વેસ્ટમાંથી અલગ અલગ જગ્યાએ ઓફિસો બનાવી હોવાનું સામે આવ્યું છે. પાલનપુરમાં પણ સંસ્કૃત બિલ્ડિંગમાં તેમની કંપનીની ઓફિસ આવેલી છે. ઓફિસે પણ છેલ્લા કેટલાક દિવસથી તાળાં લાગ્યા છે.