January 22, 2025

ખેડૂતે એકસાથે 17 શાકભાજી વાવીને બનાવ્યું પ્રાકૃતિક કિચન ગાર્ડન

રતનસિંહ ઠાકોર, બનાસકાંઠાઃ જિલ્લામાં છેલ્લા ઘણાં સમયથી ખેડૂતો અલગ અલગ આધુનિક ખેતી કરી વર્ષે સારી આવક મેળવી રહ્યા છે. ત્યારે ડીસાના રાણપુર ગામના કનવરજી વાધણીયાએ જિલ્લામાં સૌપ્રથમવાર એકસાથે અલગ અલગ 17 પ્રકારની શાકભાજી વાવીને પ્રાકૃતિક કિચન ગાર્ડન બનાવ્યું છે. આ તમામ શાકભાજી ગામના લોકોને ફ્રીમાં ખવડાવી રહ્યા છે.
બનાસકાંઠા જિલ્લો મુખ્યત્વે ખેતીના વ્યવસાય સાથે જોડાયેલો છે. આ જિલ્લાના મોટાભાગના લોકો કોઠાસૂઝથી અલગ અલગ ખેતી પાકની ખેતી કરી સારું એવું ઉત્પાદન મેળવી વર્ષે લાખ રૂપિયાની આવક મેળવી દેશ વિદેશમાં વખણાઈ રહ્યા છે.
ત્યારે આ વખતે બનાસકાંઠા જિલ્લામાં એક ખેડૂતે જિલ્લામાં સૌપ્રથમવાર એકસાથે 17 પ્રકારની શાકભાજીનું પ્રાકૃતિક કિચન ગાર્ડન બનાવ્યું છે. ડીસા તાલુકાના રાણપુર ગામના કનવરજી વાઘણીયા નામના ખેડૂત પહેલા ઘણાં સમયથી આધુનિક પદ્ધતિ પ્રમાણે અલગ અલગ ખેતી કરી વર્ષે સારી આવક મેળવી રહ્યા છે.
અત્યારે આ વખતે સમગ્ર જિલ્લામાં સૌપ્રથમવાર કનવરજી વાઘણીયાએ પાંચ ગુઠા ખેતરમાં 5,000નો ખર્ચ કરી અલગ અલગ 17 પ્રકારની શાકભાજીનું પ્રાકૃતિક કિચન ગાર્ડન બનાવ્યું છે.
ડીસાના કનવરજી વાધણીયા છેલ્લા ઘણા સમયથી આધુનિક ખેતી કરી સારી આવક મેળવે છે. આ વર્ષે કનવરજીએ મરચા, કોબીજ, લાલ ભીંડા, ટામેટા, લસણ, ડુંગળી, બ્રોકોલી, રીંગણા, મૂળા, ગાજર, લીલા ધાણા, સ્ટ્રોબેરી, સિમલા મરચા, બીટ, ફ્લાવર, પાલક જેવી શાકભાજીનું પ્રાકૃતિક કિચન ગાર્ડન બનાવ્યું છે.
કનવરજી આ તમામ શાકભાજી ગામના લોકોને ફ્રીમાં આપશે અને લોકો આ તમામ પ્રાકૃતિક શાકભાજી ખાશે. આગામી સમયમાં ખેતરમાં આવી રીતે અલગ અલગ પ્રાકૃતિક ખેતી આધારિત શાકભાજી પાક વાવેતર કરશે તેવા હેતુથી કનવરજી વાઘણીયાએ જિલ્લામાં સૌપ્રથમવાર એકસાથે 17 પ્રકારની અલગ અલગ શાકભાજીનું પ્રાકૃતિક કિચન ગાર્ડન બનાવ્યું છે.