December 24, 2024

બનાસકાંઠાના ડીસામાં જિલ્લા કક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી

રતનસિંહ ઠાકોર, બનાસકાંઠાઃ જિલ્લાના 78મા સ્વાતંત્ર પર્વની ઉજવણી ડીસામાં કરવામાં આવી છે. ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે ધ્વજવંદન કરાવી અને સ્વાતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

જિલ્લાના 78મા સ્વાતંત્ર પર્વની ઉજવણી દિશાના ટીડીસી ગ્રાઉન્ડ ખાતે ધામધૂમપૂર્વક કરવામાં આવી હતી. વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે ધ્વજવંદન કરાવી અને આ સ્વાતંત્ર પર્વની ઉજવણી કરી હતી. જિલ્લાના ધારાસભ્યો સહિત અધિકારી અને લોકોએ પણ આ ઉજવણીમાં ભાગ લીધો હતો.

આ પ્રસંગે અધ્યક્ષ શંકર ચૌધરીએ કહ્યુ હતુ કે, બનાસકાંઠામાં પાણીની સમસ્યાને નિવારવા માટે સરકારે અનેકવિધ યોજનાઓ મંજૂર કરી છે અને સરકારની યોજના થકી તળાવો ભરવાની કામગીરી પણ ચાલુ છે, એટલે આવનારા સમયમાં પાણીની સમસ્યા મહદઅંશે હલ થશે. જ્યારે બનાસ ડેરી થકી લાખો લોકોની આજીવિકા ચાલે છે. બનાસ ડેરીએ પ્રગતિના સોપાન સર કરી અને આર્થિક સભ્યતામાં વધારો કર્યો છે. પાણી અને બનાસ ડેરી થકી શ્વેત ક્રાંતિની શરૂઆત થઈ છે.

ત્યારે આગામી સમયમાં પણ બનાસકાંઠાના જે પ્રાણ પ્રશ્નો છે તેને ઉકેલવા પણ સરકાર તત્પર છે અને લોકોની સુખ અને સુવિધા જળવાઈ રહે તેવા સરકારના પણ પ્રયત્નો છે. જો કે, પોલીસ પરેડ અને સલામી સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.