ડીસા BJPમાં જૂથવાદ ચરમસીમાએ, પાલિકા પ્રમુખ સંગીતા દવેને રાજીનામું આપવા આદેશ
બનાસકાંઠાઃ ડીસામાં ફરી એકવાર રાજકારણ ગરમાયું છે. ડીસા નગરપાલિકાના પ્રમુખને રાજીનામું આપવા પાર્ટીએ આદેશ આપ્યો છે. પાલિકાના પ્રમુખ સંગીતાબેન દવેને પ્રમુખપદેથી રાજીનામું આપવા પાર્ટીએ આદેશ આપ્યો છે.
સોમવારે 12 વાગ્યા સુધીમાં પ્રમુખપદેથી રાજીનામું આપવા માટે જણાવ્યું હતું. પ્રમુખ સંગીતાબેન દવેને પોતાના પ્રશ્નને લઈ જિલ્લા BJP કાર્યાલયમાં રજૂઆત કરવાની સૂચના આપી હતી. ઉલ્લેખનીય છે કે, 3 મહિના પહેલાં પ્રમુખ સામે અસંતોષને લઈને 13 સભ્યોએ રાજીનામા આપી દીધા હતા. પ્રમુખ સંગીતાબેન દવેએ આ મામલે કોઈ પ્રતિક્રિયા આપી નહોતી.
જિલ્લા બીજેપી પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ ફોન રિસીવ કરવાનો બંધ કર્યો હતો. ડીસા બીજેપીમાં ફરી એકવાર જૂથવાદ ચરમસીમાએ જોવા મળ્યો છે. રાજીનામા મામલે ડીસા શહેર બીજેપી પ્રમુખ રમેશ દેલવાડીયાએ નિવેદન આપ્યું છે.