અષાઢી બીજે ખેડૂતોએ કર્યું વાવેતરનું મુહૂર્ત, સારા વરસાદની આશા

રતનસિંહ ઠાકોર, બનાસકાંઠાઃ જિલ્લાના ખેડૂતોએ અષાઢી બીજના શુભ મુહૂર્તને લઈને વાવેતરની શરૂઆત કરી છે. ખેડૂતોનું માનવું છે કે, અષાઢી બીજના દિવસે વાવેતર કરવાથી પાક સારો થાય છે. તેનાથી વર્ષ સારું જાય છે અને સારા વરસાદની આશા રહે છે, એટલે મહિલા ખેડૂતોએ મુહૂર્ત કરાવી અને વાવેતરની શરૂઆત કરાવી છે.
બનાસકાંઠામાં ભાભર અને કાંકરેજને બાદ કરતા જિલ્લામાં વાવણીલાયક સાર્વત્રિક વરસાદ થયો છે. જ્યારે અષાઢી બીજના શુભ મુહૂર્તને લઈને ખેડૂતોએ મગફળીના વાવેતરની શરૂઆત કરી છે. ખેડૂતોનું માનવું છે કે, અષાઢી બીજના દિવસે વાવેતર કરવાથી પાક સારું રહે છે. વર્ષ સારું રહે છે અને સારા વરસાદની આશા રહે છે.
અષાઢી બીજના પવિત્ર દિવસે મહિલા ખેડૂતો દ્વારા ટ્રેક્ટરની પૂજા કરી કંકુ-ચાંદલા કરી અને શ્રીફળ વધેરી અને વાવેતરની શરૂઆત કરી છે. ત્યારે ખેડૂતો અષાઢી બીજના દિવસને શુભ માને છે. ખેતીના વાવેતર માટે પણ શુભ માને છે. ખેડૂતોએ મગફળીના વાવેતરની શરૂઆત તો કરી છે. ત્યારબાદ એરંડા-બાજરી જેવા પાકોનું પણ ખેડૂતો વાવેતર કરશે એટલે કે અત્યારે તો વાવણીલાયક સાર્વત્રિક વરસાદ થયો છે. પરંતુ આગામી સમયમાં પણ ખેડૂતો સારા વરસાદની પાક માટે અપેક્ષા અને આશા રાખી રહ્યા છે કે સારો વરસાદ આવે અને સારો પાક થાય.