December 22, 2024

અંબાજીના ત્રિશૂળિયા ઘાટ પર લક્ઝરી બસનો અકસ્માત; 2નાં મોત, 7 ઘાયલ

બનાસકાંઠાઃ જિલ્લામાં છેલ્લા બે દિવસમાં અકસ્માતની વણઝાર લાગી છે. જેમાં 9 જેટલા લોકોએ જીવ ગુમાવ્યો છે. ત્યારે ફરીવાર અંબાજીના ત્રિશૂળિયા ઘાટ પર અકસ્માત સર્જાયો છે. ઘાટ પાસે લક્ઝરી બસનો ગમખ્વાર અકસ્માત થયો છે. જેમાં બસમાં સવાર 20થી વધુ લોકોને ઇજા પહોંચી છે. ત્યારે તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે.

અંબાજીથી દાંતા તરફ આવી રહેલી બસને અકસ્માત નડ્યો છે. અકસ્માતમાં 2 લોકોના ઘટનાસ્થળે મોત નીપજ્યા છે. જ્યારે 7થી પણ વધુ લોકો ઘાયલ થયા છે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે પણ અલગ અલગ અકસ્માતમાં 5 લોકોનાં મોત નીપજ્યા છે.