January 26, 2025

ભાદરવી પૂનમના મેળાનો છઠ્ઠો દિવસ, અંબાજી મંદિરે 2500 ધજા ચડાવવામાં આવી

અંબાજીઃ ભાદરવી પૂનમની મેળાનો છઠ્ઠો દિવસ છે. ત્યારે છઠ્ઠા દિવસે યાત્રિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. છ દિવસમાં 2500 જેટલી ધજાઓ માતાજીના શિખરે ચડાવવામાં આવી છે.

છઠ્ઠા દિવસે શ્રદ્ધાળુઓનો ઉત્સાહ બેવડાયો છે. આજે વ્રતની પૂનમ છે. જ્યારે આવતીકાલે ભાદરવી પૂર્ણિમા છે. વ્રતની પૂનમ હોવાથી શ્રદ્ધાળુઓનો ધસારો વધ્યો છે. મંદિરની ધજા માટે અલગથી વ્યવસ્થા કરવામાં આવી છે.

છેલ્લા 6 દિવસમાં માતાજીના શિખરે 2500 જેટલી ધજા ચડાવવામાં આવી છે. જ્યારે નાની નાની હજારો ધજાઓ મંદિરમાં ચડાવવામાં આવી છે. મેળા દરમિયાન વરસાદની ભરપૂર આગાહી કરવામાં આવી હતી. ત્યારે વરસાદ ન વરસતા શ્રદ્ધાળુઓનો ઉત્સાહ બેવડાયો હતો.