બનાસકાંઠામાં ‘ahirani_jinal_007’ ID સામે વધુ બે ફરિયાદ, પોલીસકર્મીના વીડિયો અપલોડ કર્યા

બનાસકાંઠાઃ ઇન્સ્ટાગ્રામમાં પોલીસકર્મીઓના વીડિયો અપલોડ કરવા મામલે Instagram ID ‘ahirani_jinal_007’ સામે વધુ બે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસને બદનામ કરે તેવા વીડિયો ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કર્યા છે.

ઈન્ટાગ્રામધારક વિરૂદ્ધ એક પોલીસ ફરિયાદ વાવ પોલીસ મથકે પોલીસ કોન્સ્ટેબલે નોંધાવી છે. આ ઇન્સ્ટાગ્રામધારકે પોલીસ સાથે સાંઠ ગાંઠ ધરાવી લોકો પાસેથી તોડ કરતા હોય તેવા દાવાવાળી પોસ્ટ કરી હતી. આ મામલે પોલીસ કોન્સ્ટેબલે ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાંચોઃ બનાસકાંઠામાં સગર્ભા મહિલાઓને સહાય ન આપવાના કૌભાંડનો પર્દાફાશ, PMVY-નમોશ્રી યોજના કાગળ પર

અન્ય એક વ્યક્તિએ પણ આ જ ઇન્સ્ટાગ્રામ IDધારક સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ પોલીસ ફરિયાદ આગથળા પોલીસ મથકે નોંધવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ahirani_jinal_007 નામના ઇન્સ્ટાગ્રામધારક વિરુદ્ધ અગાઉ બે પોલીસ ફરિયાદ થરાદ પોલીસ મથકે નોંધાઈ હતી. આમ, વધુ બે ફરિયાદ નોંધાતા કુલ ચાર પોલીસ ફરિયાદ નોંધાઈ ચૂકી છે.