November 26, 2024

બજરંગ દળના રાષ્ટ્રીય અધ્યક્ષે ભારત-બાંગ્લાદેશ મેચનો કર્યો વિરોધ

Neeraj Doneria: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે T20 મેચ પહેલા બજરંગ દળે આ મેચનો વિરોધ કર્યો છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની મેચ આ સમયે થવી જોઈતી ન હતી. બીસીસીઆઈએ આ મેચને ખોટા સમયે આયોજીત કરવાનો નિર્ણય લીધો છે. મેચને રદ્દ કરવાની માંગ કરી છે.

શું કહ્યું નીરજ દૌનેરિયાએ
નીરજ દૌનેરિયાએ કહ્યું, “આ સમયે બાંગ્લાદેશની અંદર જે રીતે હિંદુઓ પર બળાત્કાર થઈ રહ્યો છે. ઘણી બધી હિંદું મહિલાઓ પર બળાત્કાર થયો છે. કેટલાય હિંદુઓને ઝાડ અને થાંભલાઓ પર બાંધીને અને લટકાવીને મારી નાંખવામાં આવ્યા છે. BCCI બાંગ્લાદેશ સાથે મેચ યોજી રહ્યું છે તે કરોડો હિંદુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડે છે.

આ પણ વાંચો: આજે આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

સોશિયલ મીડિયા પર વિરોધ
નીરજ દૌનેરિયાએ કહ્યું, “હાલમાં લોકો ટીવી ચેનલના માધ્યમથી અને સોશિયલ મીડિયા પર વિવિધ રીતે પોતાનો વિરોધ કરી રહ્યા છે. કાનપુરમાં યોજાયેલી મેચમાં ઘણો વિરોધ જોવા મળ્યો હતો. નીરજ દૌનેરિયાએ વધુમાં કહ્યું કે લોકોએ બજરંગ દળના કાર્યકર્તા હોવા છતાં પણ હું BCCIને આ મેચ રદ્દ કરવાનો પ્રયાસ કરું છું.

અગાઉથી નક્કી કરવામાં આવે
ભારતીય ક્રિકેટ ટીમનું શિડ્યુલ અગાઉથી નક્કી કરાઈ છે. અંતિમ મહોર 20 જૂને આપવામાં આવી હતી. બાંગ્લાદેશના બે ટેસ્ટ અને ત્રણ T20 માટે ભારતના પ્રવાસની જાહેરાત કરાઈ હતી. પરંતુ ત્યાંની સ્થિતિ જોતાની સાથે મેચ રદ્દ કરવાની માંગ થઈ રહી છે. મહત્વની વાત એ છે કે જો મેચને રદ્દ કરવામાં આવે છે તો ઘણું નુકસાન થાય છે. ત્યારે આ સ્થિતિમાં યજમાન બોર્ડે જ નુકસાનની ભરપાઈ કરવી પડશે. જેના કારણે તમામ બોર્ડ એવો પ્રયત્ન કરે છે કે કોઈ પણ મેચ રદ્દ ના થાય.